પરિવાર સાથે કપડા ધોવા ગયા બાદ બંને ન્હાવા જતા ડુબી ગયા: ફાયર બિગ્રેડના તરવૈયાએ બંનેના મૃતદેહ બહાર કાઢયા
રાજકોટ
માંડાડુંગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારના પિતા-પુત્ર આજી ડેમમાં ન્હાવા જતા બંને ડુબી જતા બંનેના મોત નીપજ્યાનું આજી ડેમ પોલીસમાં નોંધાયું છે. ફાયર બ્રિગેડના તરવૈયાએ બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંડા ડુંગર પાસે રહેતા પરપ્રાંતિય પરિવાર કપડા ધોવા અને ન્હાવા માટે આજીડેમ ગયા હતા ત્યારે ૨૬ વર્ષનો યુવાન પોતાના સાતેક વર્ષના પુત્ર સાથે આજી ડેમમાં ન્હાવાપડયા હતા ત્યારે બંને ડુબી જતા મોત નીપજ્યાની ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કરવામાં આવતાબંનેના મૃતદેહના બહાર કાઢયા હતા. આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ નિમાવત સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથધી છે.