વડિયા મામલતદાર કચેરી ખાતે છેલ્લા એકમાસ થી જુના ચૂંટણીકાર્ડ બદલાવી સ્માર્ટકાર્ડ કાઢી આપવાની કામગીરી ઠપ્પ
સરકાર શ્રી દ્વારા તમામ મતદારોને બ્લેક વ્હાઇટ ચૂંટણીકાર્ડ માંથી કલર સ્માર્ટકાર્ડ કાઢવામાટે તમામ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે કોન્ટ્રાકટ બેજ તરીકે કામગીરી સોંપવામાં આવેલ છે પરંતુ વડિયા શહેર તાલુકા મથક હોવા છતાં વડિયા સહિતના ૪૫ ગામના લોકો ને સ્માર્ટકાર્ડ કઢાવવા માટે વડિયા મામલતદાર કચેરી ખાતે આવવાનું થાય છે પરંતુ વડિયા મામલતદાર કચેરી ખાતે છેલ્લા એકાદ માશ થી આ કોન્ટ્રાકટર ફરકયા પણ નથી અને લોકો દુર-દુર ના ગામડે થી અહીંયા ધરમના ધક્કા ખાય છે તાજેતર માજ વડિયા તાલુકાના ખાંનખીજડિયા, જિથુડી,ખજૂરી પીપળીયા,હનુમાન ખીજડિયા આવા તો તાલુકાના અનેક ગામોમાં આગામી દિવસોમાં સરપચની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે લોકો મોટી સંખ્યામાં સ્માર્ટકાર્ડ કઢાવવા માટે વડિયા મામલતદાર કચેરી ખાતે આવે છે અને એકજ જવાબ સાંભળે છેકે કોન્ટ્રાકટર હાજર નથી જેના કારણે ફરી આવજો તો આ અંગે અમોએ તપાસ કરતા એવું જાણવા મળેલ છેકે છેલ્લા એકાદ માસ થી સ્માર્ટ કાર્ડ કાઢવાવાળા કોન્ટ્રકટર જ ગેરહાજર જોવા મળેલ છે અને આ અંગે ગ્રામજનોએ મામલતદાર ને રજુઆત કરતા મામલતદારે સ્ટાફ ને બોલાવીને કહેલ કે આ બાબતની મને જાણ કેમ નથી કરેલ તો આ કોન્ટ્રકટરને જાણ કરો કે કેમ નથી આવતા તો આ અંગે મામલતદાર કોઈ પગલાં લેશે કે લોકોને આમને આમજ હેરાન થવાનું રહેશે કચેરીમાં મોટા ઉપાડે મોટા બેનરો લગાવ્યા છે પણ બેનરો શોભાના ગાઠીયા સમાન જ છે સરકાર શ્રી દ્વારા મોટા ઉપાડે જાહેરાતો તો ઠેર-ઠેર કરવામાં આવે છે.
પરંતુ અહીંયા બેસતા જાડી ચામડીના અધિકારીઓને પેટમાં પાણી હલશે કે પછી લોકોના રૂપિયા બરબાદ થાય તેમાજ આનંદ લેશે