૧૧,૫૦૦ વિઘા જમીનમાં સિંચાઇના પાણીવગર પાક સુકાઇ જતા ખેડુતોમાં રોષ: પાણીનહિ છોડાય તો ધારાસભ્ય લલીત વસોયા, જવાહર ચાવડા લડી લેવાના મુડમાં
ઉપલેટા- ધોરાજી – માણાવદરના ખેડુતોને પહેલા પાણી આપવાનુેં વચન આપી અધિકારીઓએ એકા એક પાણીબંધ કરી દેતાખેડુતોમાં રોષ ફાટી નીકળ્યો હતો તે આજે ખેડુતો રોડ ઉપર આવી ધરણા પર બેસી જતા તંત્રઅને પોલીસ ધંધે લાગી ગયા હતા.
આજે સવારે બાપુના બાવલા ચોકમાં ઉપલેટા, ધોરાજી, માણાવદર વિસ્તારના રપ ગામોના ૫૦૦ જેટલા ખેડુતો સિંચાઇ માટે પાણી મેળવવા માટે ધરણા પર ઉતરી ગયા હતા સિંચાઇ માટે પાણી આપોના સૂત્રો પોકારેલા હતા.
ધોરાજી, ઉપલેટા, માણાવદર ત્રણ તાલુકાના રપ જેટલા ગામોના ખેડુતોને ૧૧,પ૦૦ વિઘા જમીન માટે પાણીના પૈસા ભરી દઇ સરકાર દ્વારા ખેડુતોને પાંચ પાણી આપવાની જાહેરાત કરી હતી. આથી ખેડુતોએ પોતાના ખેતરમાં વાવેતર કરી કરોડો રૂપિયાના ખર્ચે કરેલ પણ છેલ્લા પાંચ દિવસ થયા પાણી પીવા માટે અનામત રાખવામાં આવેલ છે. તેવું બહાનું બતાવી ખેડુતોને માત્ર બે પાણ પાણી આપી પાણી બંધ કરી દેવામાં આવેલ આથી ખેડુતો રોષે ભરાઇ તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં કોઇ યોગ્ય જવાબ નહિ મળતા આજે સવારે ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયા, માણાવદરનાધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગરનીઆગેવાની નીચે ત્રણ તાલુકાના રપ ગામોના ૫૦૦ જેટલા ખેડુતો બાવલા ચોકમાં ધરણા પર બેસી ગયા હતા. આ તકે ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ કે ભાજપની સરકાર ઉઘોગપતિની સરકારછે. ખેડુતોની વાતો કરે છે. પણ ખેડુતોને પોતાના હકકનું કંઇ આપતા નથી ત્રણ તાલુકાના રપ ગામોના ખેડુતો પાસેથી સિંચાઇમાટેના પાણીના પૈસા ઉઘરાવી લીધેલા છતાં પાછળથી પાણી બંધ કરી દેતા ખેડુતો બેબાકાળ બની ગયા છે. ઓણ સાલ આ વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય આને કારણે ખેડુતોનેપણ આ ત્રણ તાલુકાના રપ ગામોના ખેડુતોને ભાદર-ર સિંચાઇ ડેમમાંથી પાણી આપી પાકપકાવાની વાત હતી તેમાં પાંચ પાણને બદલે બે પાણ આપી પાણી બંધ કરી દેવાતા ત્રણતાલુકાના રપ ગામોની ૧૧,પ૦૦ વિઘા જમીનમાં ખેડુતોએ કરોડો પિયાનો ખર્ચ કરી વાવેતર કરેલ હતું તે સંપૂર્ણ પાણીના અભાવે નાશ થઇ જાય તેમ છે. ખેડુતોને પાસનિષ્ફળ જાય તો પડયા પર પાટુ લાગે તેમ છે. રાજયની ભાજપ સરકાર બે મોઢાની વાતો કરેછે. ખેડુતો પાસેથી પાણીના પૈસા લઇ વાવેતર કરાવે છે પાછળથી પાણી બંધ કરી દયે છે. આ ભાજપની સરકાર ખેડુતોનું શું કરવા માગે છે એ ખબર નથી પડતી પહેલા ખેડુતોને પાણી આપવાની વાત કરી ત્યારે પણ પાણી ડેમમાં હતું તેટલું જ પાણી અત્યારે છે ત્યારેપીવાના પાણીનો વિચાર સરકારે નહી કરયો હોય તેવાં સવાલ ધારાસભ્ય લલીત વસોયાએ ઉઠાવ્યોહતો.
રાજયના જવાબદાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ થોડાક દિવસ પહેલા જાહેરાત કરેલ કે પોરબંદરની જનતાને પીવા માટે નર્મદાનું પાણી સરકાર આપશે તે વાતને આજે થોડાક દિવસો થયા છે ત્યારે સરકાર દ્વારા હુકમ કરવામાં આવે કે ભાદર-ર ડેમનું પાણી પીવા માટે અનામત રાખવાનું ત્યારે ભાજપ સરકાર બે મોઢાની વાતો કરી ખેડુતોને પ્રજાને ગુમરાહ કરી રહી છે. ખેડુતોને દેવાના ડુંગર નીચે દાટી રહી છે.
આ તકે માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ જણાવેલ કે ભાદર-ર ડેમનું પાણી પીવા લાયક જ નથી ખુદ સિંચાઇ વિભાગઅને પ્રદુષણ બોર્ડનો જ રીપોર્ટ છે છતાં રાજયની ભાજપ સરકાર પ્રજાના જન આરોગ્ય સાથે ચેડા કરી કેમીકલ્સ યુકત પાણી પોરબંદરની જનતા માટે પીવા માટે અનામત રાખવાની વાત કરેછે. તે કેટલી વ્યાજબી છે ત્રણ તાલુકાના રપ ગામોના ખેડુતોની વાત સાવ સાચી છે તેઓએકરોડો પિયાના ખર્ચ કરી ૧૧,પ૦૦વિઘામાં વાવેતર કરી દિધેલ છે ત્યારે એકાએક પાણી બંધ કરી દેવામાં આવે તો આ કયાનો ન્યાય છે. બીજી બાજુ ખેડુતો પોતાનોહકક માગવા આંદોલન કરે તો પોતાના તંત્ર દ્વારા બળ પ્રયોગ ની ધમકી આપવામાં આવે આંદોલન કરતા અટકાવવા આવે આ કેવો ન્યાય અને કેવી સવેદનશીલ સરકાર કહેવા,
આજે સવારથી જ ત્રણ તાલુકાના રપગામોના સરપંચો સહકારી મંડળીઓના પ્રમુખો તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ધરણા પર બેસી ગયા હતા બપોરે રેલી સ્વરુપે મામલતદાર કચેરીએ ધસી ગયા હતા. ત્યાં મામલતદારને તાત્કાલીક ધોરણે પાણી છોડવા માટેનું આવેદન પત્ર સુપ્રત કરવામાં આવેલ હતું.
આજના કાર્યક્રમમાં ધારાસભ્યો લલીતભાઇ વસોયા, જવાહરભાઇ ચાવડા, માજી ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, તાલુકા પંચાયતના પ્રમુખ નારણભાઇ આહિર, ધમેન્દ્રસિંહ વાઘેલા, જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જયદેવભાઇ વાળા મંત્રી પ્રવિણાબેન નંદાણીયા, સ્કુલબોર્ડના ચેરમેન રમણીકભાઇ લાડાણી, જીલ્લા માઇનોરીટીના ચેરમેન યાસિન ડેડા, હનીફભાઇ કોડી, મહિલા કોંગ્રેસ સમીતીના પ્રમુખ આરતીબેન માકડીયા, સુધરાઇસભ્યો રજાકભાઇ હિગોરા, રઘુભાઇસરવૈયા, ધમેન્દ્રભાઇ ભાસ્કર, યુથ કોંગ્રેસનાપ્રમુખ કપિલ સોલંકી, મંત્રી દિવ્યેશ સુવા, ધોરાજીના જગદીશભાઇ રાખોલીયા, ગોપાલભાઇ સલાટ, વિઠલભાઇ હિરપરા, સહીત વિશાળ સંખ્યામાં ખેડુતો હાજર રહ્યાહતા.