પાઇપ લાઇન રીપેરીંગ માટે ખોદેલા ખાડાની આસપાસ સાઇન બોર્ડ ન મુકાતા અકસ્માત સર્જાયો
ગોંડલ ગુંદાળા પેટ્રોલ પંપ પાસે પાણી ની પાઇપ લાઈન લીકેજ ના પશ્નને લઈને સિમેન્ટ રોડ પર ખોદકામ કરવામાં આવ્યું છે
નગરપાલિકા તંત્રએ બે ઊંડા ખાડાઓ ખોદયા છે ખાડા ની આસપાસ સાઈન બોર્ડ પણ મુકવામાં નથી આવ્યા મસ મોટા ખાડા માં ગત રાત્રી ના એક બાઈક સવારમાં 2 યુવાનો બાઈક સહિત ખાડા માં ખાબકયા હતા બાઈક સવાર બન્નેને ઇજા થતાં નગરપાલિકા ની એમ્બ્યુલન્સ માં સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગુંદાળા પેટ્રોલ પમ્પ થી જેલ ચોક જવના રોડ પર પાણી ની પાઇપ લીકેજ ના પ્રશ્ન ને લઈને નગરપાલિકા તંત્ર દ્વારા ખાડા કરીને લાઈન રીપેરીંગ કરવામાં આવી રહી છે ગુંદાળા દરવાજા સાઈડ થી જેલ ચોક જવાના રોડ પર ક્યાંય સૂચન બોર્ડ રાખવામાં આવ્યા નથી ગત રાત્રી ના બાઈક સવાર બાઈક સાથે 2 યુવાનો ખાડા માં ખાબકયા હતા સદનસીબે યુવાનો ને ઇજા થવા પામી હતી નગરપાલિકા તંત્ર દ્વારા આડેધડ રોડ નું ખોદકામ કરી રોડ બંધ કરવામાં આવી રહ્યા છે રોડ ની બન્ને બાજુ સૂચન બોર્ડ રાખવાના બદલે એક સાઈડ જ સૂચન બોર્ડ રાખવામાં આવ્યા છે અન્ય સાઈડ ખુલ્લું રાખવામાં આવ્યું છે સૂચન બોર્ડ રાખવામાં આવે તો મોટી દુર્ઘટના
ગુંદાળા દરવાજા પાસે ખોદકામ કરવામાં આવી રહ્યું છે તો જેલ ચોક થી વાહનો ને ડાયવર્ઝન આપી શકે છે તંત્ર ની જાણે ઢીલી નીતિ હોઈ તેવું લાગી રહ્યું છે આ બન્ને ખાડા માં કોઈ અકસ્માતે પડશે અને મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોની રહશે એવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.