ધોરાજી ને પીવાનું પાણી પુરૂં પાડતી ફોફળ ડેમ ની એરવાલવ મા ભંગાણ સર્જાતા પાણી ઉંચા ફૂવારા છુટયા અને હજારો લીટર પાણી નો વેડફાટ
ધોરાજી અને જામકંડોરણા ની વચ્ચે આવેલ ફોફળ ડેમ જે ધોરાજી તથા આજુબાજુના વિસ્તાર ને પીવાનું પાણી પુરૂં પાડતો ડેમ જેમાં આજરોજ રાયડી અને વેગડી વચ્ચે આવેલ ભાદર ડેમ નજીક એરવાલવ મા ભંગાણ સર્જાતા પાણી ઉંચા ફૂવારા છુટયા અને એરવાલવ મા ભંગાણ ને પગલે પાઈપલાઈન નું પાણી ભાદર ડેમ ૨ મા વહી જતાં સર્જાયો દળી દળીને ઢાંકણી મા જેવો માહોલ આ એરવાલવ મા ભંગાણ થી હજારો લીટર પાણી નો વેડફાટ થયો હતો .
ઉંચા ફૂવારા જોઈને ત્યાથી નિકળતાં અમુક રાહદારી ઓ એ ગરમી થી હાશકારો મેળવવા માટે ફૂવારા મા ન્હાતા પણ નજરે ચડ્યા હાતા હાલ લોકો પાણી માટે વલખાં મારે છે ધોરાજી મા ચાર દિવસે પાણી નું વિતરણ કરવામાં આવે છે અને ઉનાળા ની અસહ્ય ગરમી જોવા મળે છે હાલ પાણી ની કટોકટી ચાલતી હોય ત્યારે આ પાણી નો વેડફાટ થતા લોકો મા રોષ પર્વતીય છે તંત્ર ની બેદરકારી થી હજારો લીટર પાણી નો વેડફાટ થયો હતો