૧ જુલાઈએ પડેલા વરસાદમાં જ તાલુકાના ખેડૂતોને ૪૭.૬૫ લાખનું નુકસાન થયું હોવાનો સરકારનો સર્વે : મોરબી,માળિયા,વાંકાનેર અને ટંકારાની હજારો હેક્ટર જમીનનું ધોવાણ

મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ જતા કરોડો રૂપિયાની નુકશાની નો અંદાજ સરકારી સર્વે માં કરવામાં આવ્યો છે આ ઉપરાંત ભારે વરસાદને કારણે ખેડૂતોની ખેતીની જમીનનું ધોવાણ પણ મોટા પાયે થયું હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા માં થયેલા ભારે વરસાદ ને કારણે સૌથી વધુ નુકશાન ટંકારા તાલુકાના ખેડૂતો ને થયું છે, ખેતીવાડી વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં ૧ જુલાઈના રોજ પડેલા વરસાદ બાદ ટંકારા અને મોરબીના ખેડૂતોની ૧૨૧૬ હેક્ટર ખેતી લાયક જમીન નું ધોવાણ થયું હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે જેમાં ૨૮ ગામના ૨૨૭૦ ખેડૂતો નો સમાવેશ થાય છે

વધુમાં આ નુકશાની ના સર્વે બાદ ૧૫ જુલાઈ થી શરૂ થયેલા અતિભારે વરસાદ ને કારણે મોરબી,વાંકાનેર,માળિયા અને ટંકારા તાલુકાના ખેડૂતોને વધુ એક ફટકો પડ્યો છે અને અગાઉ થી પણ વધુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે આ માટે ખેતીવાડી વિભાગ દ્વારા હાલમાં ટીમ મારફતે સર્વે કરવામાં આવી રહ્યો છે.દરમિયાન અતિવૃષ્ટિને કારણે મોરબી જિલ્લાના ટંકારા અને મોરબી તાલુકામાં ૧ જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ ને કારણે ૩૭૫ હેક્ટર ઉભા પાકને ૩૩ ટકા થી વધુ નુકશાન પહોંચતા ખેડૂતોને ૪૭.૬૫ લાખની નુકશાની પહોંચ્યાનો અંદાજ સર્વે મારફત કાઢયો હતો જેમાં વરસાદના બીજા રાઉન્ડમાં પણ ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચતા ખેતીવાડી વિભાગ દ્વારા અસરગ્રસ્ત મોરી,વાંકાનેર,ટંકારા અને માળિયા તાલુકામાં ફરી સર્વે ની. કામગીરી હાથ ધરવામાં આવી છે અને અતિવૃષ્ટિ થી ખેડૂતો ને કરોડો રૂપિયાના નુકશાન નો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.