માતાજીના પ્રાચીન ગરબા સાથે ર્માં જગદંબાની આરાધના થશે
દ્વારકાના લોહાણા સામાજિક સંસ્થાઓ દ્વારા સંયુકતપણે શરુ થઈ રહેલાં નવરાત્રિ પર્વ-૨૦૧૮ની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવનાર છે. ફકત લોહાણા રઘુવંશી સમાજની દિકરીઓ, બહેનો, માતાઓ માટે પાવન પર્વ નવરાત્રીમાં માં જગદંબાની પ્રાચીન ગરબાઓ તેમજ ગુજરાતી ગરબાઓ ગાઈ અને તેના તાલ પર ગરબા ગાઈ આરાધના કરવામાં આવશે.
આ નવતર આયોજન હોસ્પિટલ રોડ ખાતે આવેલ મણીબેન ટાઉનહોલ ખાતે આવતીકાલ તા.૧૦ ઓકટોબર ૨૦૧૮ થી તા.૧૮ ઓકટોબર ૨૦૧૮ સુધી દરરોજ રાત્રીના ૮:૩૦ થી ૧૧:૪૫ સુધી રમાડવામાં આવશે. જેમાં દરરોજ વિશિષ્ટ રાસ-ગરબા તથા પોષાક સહિત ઉત્કૃષ્ટ રાસ રમનારી બાળાઓ-મહિલાઓ વચ્ચે સ્પર્ધા યોજી ઈનામોનું વિતરણ પણ કરવામાં આવનાર છે.