૮ દિવસમાં કાર્ય પૂર્ણ નહીં થાય તો નેશનલ હાઈવે પર ચકકાજામ કરવાની ચીમકી ઉચ્ચારી
રાજુલાના ખાખબાઈ ધાતરવાડી ડેમની દિવાલમાં ભયંકર ગાબડુ પડી ગયાના ૨ વર્ષથી રજુઆતો કરવામાં આવતી હતી. રજુઆતને ધોળીને પી જનારા સિંચાઈ વિભાગનાં અધિકારીઓ ડેમ તોડવા જ માગે છે? તે એક મોટો પ્રશ્ર્ન છે. જેના વિ‚ધ્ધમાં ગામની જનતાએ તેમજ સરપંચ દ્વારા ચીમકી અપાઈ છે કે જો આઠ દિવસમાં કોઈ કાર્યવાહી નહી થાય તો રોડ ચકકાજામ કરવામાં આવશે આ મુદે ગ્રામજનોએ અને સરપંચે ભેગા મળી ડે. કલેકટર ડાભીને આવેદન પત્ર પાઠવ્યું હતુ.
મળતી માહિતી મુજબ રાજુલાના ખાખબાઈ ધાતરવાડી ડેમની દિવાલમાં ભયંકર બાકો‚ પડી ગયા હોય, જેના લીધે પાણી વહી ગયું અને પાણી ખાલી થઈ ગયું. છેલ્લા ૨ વર્ષથી આવી ભયંકર પસ્થિતિથી ગ્રામજનોમાં ચકચાર મચી જવા પામી છે. સરપંચ અને ગ્રામજનો દ્વારા સિંચાઈ વિભાગને ૮ દિવસમાં કાર્યવાહી શ‚ નહી થાય તો નેશનલ હાઈવે પર ચકકાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અને ઉગ્ર આંદોલનનાં પરિણામોની જવાબદારી સિંચાઈ વિભાગની રહેશે તેમ પણ ગ્રામવાસીઓએ જણાવ્યું હતુ જવાબદાર અધિકારીઓનું સસ્પેન્શન કરવાની માંગ પણ કરાઈ છે જે તસ્વીરમાં નજર પડે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,