ચોમાસાની સિઝનનો છેલ્લો વરસાદ ૧૭ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન વરસી શકે છે
સૌરાષ્ટ્રમા વરસાદ ખેંચાતા લોકો ચિંતિત બની ગયા છે આગામી ૨૧મી જુલાઈથી વરસાદની શકયતા રહેલી છે. વરસાદના ઘણા ખરા વરતારા નક્ષત્રોઉપર પણ આધારીત હોય છે. જયારે ગત શનિવારે પુર્નવસુ નક્ષત્ર બેઠુ છે અને આગામી ૨૧ થી ૨૮ જુલાઈ દરમ્યાન વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે આ દિવસો દરમ્યાન પુષ્ય નક્ષત્ર હશે. પુષ્ય નક્ષત્ર ૨૦મી જુલાઈએ બેસે છે. પોષ સુદ પાંચમના દિવસે પૂર્વ ભાદ્ર પદ નક્ષત્ર હતુ. ત્યારે આકાશમાં વાદળા થયા હતા. એટલે અષાઢ વદ ચોથથી વરસાદ થાય. એટલે ૨૧ જુલાઈ વરસાદ પડે તેવી શકયતા છે. માગશર વદી ચૌદશને દિવસે ચિતરી કશ હતો. એટલે ૧૯૬ દિવસે વરસાદ થાય.
પોષ સુદ પુનમ ૨૧-૧-૧૯ના રોજ ખંભાળીયા, દ્વારકા, જામનગર વિસ્તારમાં માવઠુ થયું હતુ. ઉપરના ૩ કારણો ને લીધે ૨૧ જુલાઈથી ૨૮ જુલાઈ વરસાદ થવાની શકયતા છે. બીજો વરસાદ મહા સુદ ત્રીજ ૮ ફેબ્રુઆરીએ આકાશમાં જે કારણ બન્યું છે તે બે નક્ષત્રના કારણે ૧૧ ઓગષ્ટથી ૧૪ ઓગષ્ટ અને મહાવદી છઠ્ઠના કારણે છાંટા પડયા છે. એટલે ૨૭ ઓગષ્ટ થી ૩૧ ઓગષ્ટ અને બીજા કારણો લંબાતા આ વરસાદ ૭ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે અને છેલ્લો વરસાદ ૧૭ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર સુધી થવાની શકયતા છે. જેઠ વદ એકમના દિવસે મૂળ નક્ષત્રમાં વરસાદ થયો તેમજ વાવાઝોડાની અસર અને જેઠ મહિનાની અમાસે મંગળવારે અને સૂર્ય ગ્રહણ હતુ એટલે ચોમાસાના ઠંડા બખેડા થાય છે. વિક્રમ સંવત ૨૦૫૮ રાજકોટમાં મૂળ નક્ષત્રના દિવસે વરસાસ થયો હતો તેથી ૭૦ દિવસ ઠંડા બખેડા થયા હતા.
શ્રાવણ સુદ સાતમે દનિર્યુ સ્વાતી નક્ષ્ત્ર આવે છે. ત્યારે સારા વરસાદ પુરેપુરી શકયતા છે. આ ઉપરાંત ગત શનિવારે પુનર્વસુ નક્ષત્ર બેઠુ છે. ત્યારે ૨૦મીએ પુષ્ય નક્ષત્રમાં પણ સારો વરસાદની શકયતા છે.