પ્રધાનમંત્રી પોર્ટલ પર માહિતીનો અભાવ: ખેડુતો ત્રસ્ત
દેશભરમાં ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહન આપવા સરકાર અનેકવિધ પ્રયત્નો કરતી હોય છે ત્યારે સરકારની અનેકવિધ યોજનાઓ નાગરિકો સુધી પહોંચતી રહે તે માટેની સુવિધાઓ માટે સરકાર કટીબઘ્ધ છે ત્યારે પ્રધાનમંત્રી કિશાન પોર્ટલ પર માહિતી મુકવાનું વિસરાય જતાં દેશના ૬૭.૮૨ લાખ ખેડુતો લાભથી વંચિત રહી ગયા હોય તેવી ચોંકાવનારી હકિકત પણ સામે આવી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિશાન પોર્ટલમાં માહિતીના અભાવે પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમ અને નવીદિલ્હી સહિતના રાજયોમાં ૬૭.૮૨ લાખ ખેડુતો સરકાર દ્વારા મળતા સીધા જ લાભની યોજનામાંથી વંચિત રહી ગયા છે. વાત કરવામાં આવે મધ્યપ્રદેશ, રાજસ્થાન, અરૂણાચલપ્રદેશ, મેઘાલયા અને લક્ષદ્વીપના હજારો ખેડુતોને અપલોડ ડેટાના વેરીફીકેશનના અભાવે ભંડોળ ન મળતા લાભ મળ્યો ન હતો.
ત્યારે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ૬૭.૧૧ લાખ ખેડુતોને ૧૩૪૨ કરોડ રૂપિયાના બજેટથી પ્રત્યેક ખેડુતોના ખાતામાં ૨૦૦૦ રૂપિયાનો લાભ મળ્યો છે ત્યારે સિકિકમમાં ૫૫૯૦ અને દિલ્હીમાં ૫૫,૮૮૦ ખેડુતોને ૧૧ કરોડના ભંડોળમાંથી લાભ મળ્યો નથી. દેશના અંતિમ બજેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડુતોને લઘુતમ આવકના આધાર જેવા દરેક ખેડુતોને વારસામાં ત્રણ હપ્તે રૂ.૬૦૦૦ વાર્ષિકની ૧૨.૫ કરોડ નાના અને શ્રીમંત ખેડુતોને ૨ હેકટર અથવા ૫ એકરથી ઓછી જમીન ધરાવતા હોય તેમને આ લાભની યોજનાની જાહેરાત કરી હતી.
૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષના અંત સુધીમાં ૨૦૦૦ રૂપિયાના પ્રથમ હપ્તો ચુકવવાનું સરકારે જાહેર કર્યું હતું જેમાં ૩૩ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ૪.૭૮ કરોડ ખેડુતોમાંથી ચકાસણી બાદ ૫.૫ કરોડ ખેડુતોને સહાય માટે યોગ્ય ગણીને સહાય આપવામાં આવી હતી જેમાં પહેલો હપ્તો ૨.૭૫ કરોડનો ખેડુતોને ચુકવાય ગયેલો છે ત્યારે ૨૨ લાખ વધારાની ભલામણો મળવા પામી હતી જેમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ૨.૬૫ કરોડ લાભાર્થીઓની ભલામણ રાજય સરકારને ચકાસણી માટે પરત મોકલવામાં આવી છે.