આધુનિકરણ અને સરકારના પ્રોત્સાહનના પરિણામે લોકો વધુને વધુ કેસલેસ થઈ રહ્યા છે. જેથી બેન્કોને દેશમાં 358 એટીએમને બંધ કરવાની ફરજ પડી છે. જૂન અને ઔગસ્ટ મહિના દરમિયાન 0.16 ટકા એટીએમ બંધ થયા છે. છેલ્લા ચાર વર્ષમાં એટીએમની સંખ્યા 16 ટકાના દરે વધી હોવાથી હાલ એટીએમ બંધ થવાની ઘટના ગંભીર ગણી શકાય. નોટબંધી બાદ શહેરી વિસ્તારોમાં એટીએમના ઉપયોગનું ચલણ ઘટી ગયું હતું. સરકારે કેસલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા કેટલીક જાહેરાતો પણ કરી હતી. આ ઉપરાંત ઓનલાઇન ખરીદીમાં લોકોનો વધી રહેલો રસ પણ એટીએમના ઘટેલા ઉપયોગ પાછળ જવાબદાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.