ધોમધખતા તાપના કારણે ભરચક રહેતી બજારો સુમસામ બની
મોરબીમાં અંગ દઝાડતા તાપ થી જનજીવન અસરગ્રસ્ત બન્યું છે લોકો આકરા તાપના કારણે બહાર જવાનું ટાળી રહ્યા છે ગરમીથી બચવા અનેક નુસખાઓ અજમાવી અને ટાઢક મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
મોરબીમાં હીટવેવને કારણે જનજીવન ત્રસ્ત થઈ ગયુ છે વૈશાખી બપોરે સતત આગ ઝરતી ગરમી પડી રહી છે ચામડી દાઝી જાય તેવી ગરમ લુ ફેલાઈ રહી છે સવારના ૧૦ વાગ્યાથી ધોમ ધખતો તાપ શરૂ થઇ જાય છે અને બપોરના બાર વાગ્યા સુધીમાં અગનભઠ્ઠી જેવી સ્થિતિ સર્જાય છે. સાંજે છ વાગ્યા સુધી અસહ્ય તાપ રહેતા પરિણામે જનજીવન ત્રાહીમામ પોકારી ઉઠયું છે ધોમધખતા તાપમાં બપોરે ભરચક રહેતા માર્ગો પર સૂમસામ ભાસે છે બજારમાં લોકો કામ સિવાય જવાનું ટાળે છે તેથી બપોરના સમયે સ્વયંભૂ બંધ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે.
તાપમાન ૪૧ ડિગ્રીને પાર થઇ જતા લોકો ઘરમાં પુરાઈને રહે છે અને નવા નવા નુસખા અજમાવીને ટાઢક મેળવવાના પ્રયત્નો કરે છે મોડી સાંજે લોકો બહાર નીકળે છે ખાસ કરીને લોકો ગરમીથી બચવા લીંબુ શરબત પીવાનો વધુ આગ્રહ રાખે છે. રાત્રે આઈસ્ક્રીમ અને ગોલાની લિજ્જત માણી ને ગરમીમાંથી રાહત અનુભવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com