- નવા શાકભાજીની આવક થશે પછી ભાવ માં ઘટાડો થશે
છેલ્લા એક સપ્તાહથી શાકભાજી ની આવક માં ઘટાડો થયો છે કારણ કે વધુ પડતી ગરમીને કારણે બહારથી આવતા શાકભાજી પ્રમાણ ઘટવાની સાથે ભાવમાં પણ વધારો થયો છે મહારાષ્ટ્ર થી આવતા ભીડો ,ગુવાર ચોળી ,વટાણા ટમેટા,જેવા ભાવ જેવા શાકભાજીઓ રૂપિયા 100 પાર થયા છે તેનું મુખ્ય કારણ બહારથી આવતા શાકભાજી ભારે ગરમીને કારણે અહીં પહોંચતા 20 ટકા જેટલો બગાડ થાય છે બધા શાકભાજીમાં 20 થી 50% સુધી વધારો નોંધવામાં નોંધાવવામાં આવ્યો છે તેનું મુખ્ય કારણ છે કે અત્યારે લોકલ એરીયાઓ કેરી તરફ વળ્યા છે અને બીજી તરફ બહારથી આવતા શાકભાજી ફેરિયા પાસે પહોંચતા બગાડ થાય છે તેને લીધે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને એક મહિનો પછી ભાવ વધારો જોવા મળશે કારણ કે નવા શાકભાજી જ્યાં સુધી બજારમાં નહીં આવે ત્યાં સુધી બહારથી આવતા શાકભાજીમાં વધારો જોવા મળશે
બહારથી આવતા શાકભાજીમાં ગરમીને કારણે 50% નો બગાડ, જેથી ભાવમાં વધારો
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચાવડા ભાઈ સાથે અબતક વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ વધારે પડતી ગરમીને કારણે ટામેટામાં 20 કિલો માંથી 16 કિલો સારા નીકળે છે
તેને લીધે પણ ભાવમાં વધારો થાય છે અને ભીંડો ગરમીને કારણે કાળો થઈ જતા એમાં પણ નુકસાન થાય છે તેને લીધે ભીંડાના ભાવમાં વધારો જોવા મળે છે ખાસ કરીને કોથમરી 200 ની કિલો અને મેથી 40 રૂપિયા થી વધુ ભાવ એ વેચાય છે તેનું કારણ કે કોથમરી અને મેથી આકરા તાપમાનમાં બળી જાય છે 18 થી 20 હજાર ક્વિન્ટન શાકભાજીની આવકને સામે 14 થી 15 હજાર ક્વિન્ટલ શાકભાજીના આવક ઘટી છે