ઠેર ઠેર ભરાયેલાં ગંદાં પાણીથીરહીશોનેહાલાકીમચ્છરોના ત્રાસથી રોગચાળો ફેલાવાનો ભયસબનમ ચૌહાણ.
સુરેન્દ્રનગર દૂધરેજ પાલિકાના વોર્ડ નંબર ૧૦માં આવેલા રતનપર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગમાં ખુલ્લા મેદાન સહીત અનેક વિસ્તારોમાં ભરાયેલા ગંદા પાણીથી સ્થાનિકો તોબા પોકારી ગયા છે. અને સતત ભરાયેલા રહેતા પાણીથી માખી અને મચ્છરોના ત્રાસથી રોગચાળો ફેલાવાનો પણ ભય ઉભો થયો છે.
ચાલુ વર્ષે થયેલા થોડા વરસાદમાં પણ સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરીયાદો ઉઠી હતી. રતનપરસ્વામિનારાયણ મંદિર પાછળના ખુલ્લા મેદાન, કુમકુમ સોસાયટી સામે, કુંડીવાવસહીતના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જેનો યોગ્ય નિકાલના અભાવે સતત ભરાયેલા રહેતા પાણીના કારણે સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડેછે. આ અંગે સ્થાનિકો રહીશો દ્વારા જણાવ્યું કે પાણીના ભરાવાને કારણે માખી, મચ્છરોનો ખુબ જ ત્રાસ રહે છે. તેમજ પંદર દિવસ કરતા વધુ સમયથી ભરાયેલા પાણીમાં ગંદકી થવાથી ખુબજ વાસ આવે છે જેના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. આથી પાલિકા તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
સુરેન્દ્રનગર જીલ્લા ના રતનપર બાયપાસ હાલ સવથી વધુ વિકસિત વિસ્તાર તરીકે ગણવા મા આવે છે ત્યારે આ વિસ્તાર મા સવથિ વધુ વેવસ્થા ના અભાવે ગંદકી અને ખરાબ પાણી નો ભરાવો છે ત્યારે આ વિસ્તાર મા એક સાળા પાસે કે જયાં ગંદુ પાણી ભરાયુ છે તેની બાજુ માં એક સાળા આવેલી છે હજારો વિધાર્થીઓ ત્યાં અભિયાશ કરે છે તેમના સ્વાસ્થ્ય ને વધુ નુકસાન ન થાય તે પહેલાં તંત્ર એ જગવા ની જરૂર હોય અને આ ભરાયેલ ગંદા પાણી નો યોગ્ય નિકાલ કરવા ની જરૂર ઉદ્ભવી છે.