સોવેરીયન ગોલ્ડ બોન્ઝમાં ગ્રામદીઠ રૂ. ૨૯૪૫ નો ભાવ ફીકસ
બજારોમાં નોટબંધી અને જીએસટીની અસર વર્તાઇ રહી હોય તેમજ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના ચળકાટમાં જાણે ઘટાડો થયો હોય તેમ ભાવ ઘટાડા છતાં ખરીદીમાં ઘટાડો થયો છે. હાલ, દસ ગ્રામ સોનાનો ભાવ રૂ ૨૯,૨૦૯ છે જે છેલ્લા બે મહિનાની સરખામણીએ ઓછો ભાવ છે. સામાન્ય રીતે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં લોકો વધુ ખરીદી કરવા આકર્ષાય છે પરંતુ હાલ દસ ગ્રામનો ૨૯,૨૦૯ ભાવ હોવા છતાં બજારોમાં ખરીદી નથી. દર વર્ષે દિવાળી બાદ સોનાની ખરીદી વધુ પ્રમાણમાં થતી હોય છે. પરંતુ આ વર્ષે દિવાળી દરમિયાન પણ સોનાની ખરીદીમાં ઘટાડો નોંધાયો હતો. મુંબઇના એક વેપારીએ જણાવ્યું કે ધનતેરસ અને દિવાળીના દિવસે મોટાભાગે ભારતીયો સોના-ચાંદી જેવા કિંમતી ઘરેણાઓની ખરીદી કરે છે. દિવાળી બાદ વેપારીઓ સોનાનો પડેલો જુનો માલ રીપ્લેશ કરે છે પરંતુ આ વર્ષે વધુ વેચાણ ન થતાં વેપારીઓની હાલત કફોડી બની છે.
સરકાર ગોલ્ડ બોન્ડ વેચે છે જેથી ટેકસ બેનેફીટ મેળવવા કેટલાંક રોકાણકારો સોનાની ખરીદી કરતાં આ ગોલ્ડ બોન્ડને વધુ પ્રાધાન્ય આપે છે. આથી દર અઠવાડીયે સોનાની કિંમત લગભગ ૧ ટકા સુધી ઘટી રહી છે. જેનું મોટુ નુકશાન જવેલર્સોને થઇ રહ્યું છે.
સોવેરીયન ગોલ્ડ બોન્ડ (એસજીબી) ની વાત કરીએ તો તેમાં ગ્રામ દીઠ રૂ. ૨૯૪૫ ભાવ ફીકસ કરાયો છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના અહેવાલમાં જણાવાયું છે કે, બોન્ડ માટે સબસ્ક્રીપ્શન દર અઠવાડીયામાં સોમવાર અને બુધવારે થશે. સરકારે આરબીઆઇ સાથે વાટાઘાટો કરી નકકી કર્યુ છે. કે સોવેરીન ગોલ્ડ બોન્ડનું સબસ્ક્રીપ્શન ઓનલાઇન કરશે અને તેનું પેમેન્ટ ડીજીટલી કરશે તો નવો રોકાણકારોને ગ્રામઠીપ રૂ ૫૦ નું ડીસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમજ આવા રોકાણકારો માટે ઇસ્યુ પ્રાઇઝ ગ્રામદીઠ ૨૮૯૫ રૂ રહેશે. આ માટે સબ સ્ક્રીપ્શન ટાઇમ ૩૦ ઓકટોબર થી ૧ નવેમ્બર સુધી રહેશે જેની નોમીનલ પ્રાઇઝ ૨૯૪૫ રહેશે.