ચોટીલામાં રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિનિયમન કોલેજના ભવનનું લોકાર્પણ કરાયું
છેવાડાના વિઘાર્થીઓને ગુણવત્તાયુકત ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ચોટીલા ખાતે સરકારી વિનિયન કોલેજના નવનિર્મિત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું.
ચોટીલા ખાતે રૂ. ૧૦.૫૨ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સરકારી વિનિયમમન કોલેજના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે મંત્રી એ જણાવ્યું હતું કે, સમાજમાં આજે શિક્ષણ અને પાણીની ભુખ જાગી છે ત્યારે રાજય સરકારે શિક્ષણ ક્ષેત્રે પ્રવેશોત્સવ ગુણોત્સવ જેવા શિક્ષણને લગતા કાર્યક્રમો યોજી શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે. રાજયમાં પાણીના તળ ઉંચા આવે તે માટે સુલમાન સુફલામ જળ અભિયાન શરુ કરેલ છે.
સમગ્ર રાજયમાં ૧૩ હજાર તળાવો ઉંડા કરવા અને ૩૩ નદીઓને પુનજીવિત કરવાનું મહા અભિયાન શરુ કરેલ છે તે અભિયાનમાં દરેકને જોડાવા અપીલ કરી હતી. પાણી એ ઇશ્ર્વરે આપેલ મહામૂલી અણમોલ ભેટ છે. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા મંત્રીશ્રીએ ઉપસ્થિતોને પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
તેમણે આ તકે વધુમાં ઉમેર્યુ હતું કે શિક્ષણ એ રાજય અને રાષ્ટ્રના વિકાસ માટે પાયાની જરુરીયાત છે. રાજય સરકારે પાયાથી માઁડી ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળે રહે તે માટે પુરતુ ઘ્યાન આપ્યું છે. રાજય સરકારના અથાગ પ્રયાસોથી આજે ડ્રોપ આઉટ રેશિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
અને શાળા નામાંકનમાં પણ સુધારો થવા પામેલ છે. શાળામાં જે બાળકલ રડતું રડતુ જતુ હતુ તેના સ્થાને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી બાળકો હસતા હસતા ઉત્સાહભેર શાળાએ જતુ હતુ તેન સ્થાને પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી બાળક હસતા હસતા ઉત્સાહભેર પશાળાએ જતા થયા છે.
અને શાળા નામાંકન દર ૭૫ ટકાથી વધુ ૯૯ ટકાએ પહોચ્યું હોવાનું પણ વધુમાં ઉમેર્યુ હતું. ચોટીલા વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ માટેની જે તક ઉપલબ્ધ થયેલ છે તેનો વિઘાર્થીઓ યોગ્ય લાભ ઉઠાવે તે જોવાની શિક્ષકો અને વાલીઓની પણ ફરજ છે તેમ મંત્રી એ વધુમાં ઉમેર્યુ હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com