૨૮ સભ્યો હેમખેમ ઘરે પહોંચતા મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતો ભરવાડ સમાજ
વૈશ્વિક કોરોના મહામારીના સમયમાં સતત ચિંતીત રહી પ્રજાને પડખે ઉભા રહેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તામિલનાડુના મદુરાઈ ખાતે અમદાવાદના વટવામાં રહેતા ભરવાડ સમાજના ૨૮ વ્યક્તિ ફસાયાની જાણ થતાં જ તમામને વતન પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા કરી હતી. ગઈકાલે તમામ લોકો અમદાવાદ આવી પહોંચતા તેમના પરિવારોએ હાશકારો અનુભવ્યો છે. ભરવાડ સમાજ પ્રત્યે સંવેદના દાખવવા બદલ સમગ્ર ભરવાડ સમાજે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા માલધારી પરિવારના ૨૮ સભ્યો લોકડાઉન પૂર્વે રામેશ્ર્વર ખાતે દર્શને ગયા હતા. ગત તા.૨૨/૩/૨૦૨૦ થી કોરોના મહામારીને કારણે વડાપ્રધાને સમગ્ર દેશના હિતમાં લોકડાઉન જાહેર કરતા ભરવાડ સમાજના તમામ લોકો તામિલનાડુના મદુરાઈ ખાતે ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ રાજકોટના માલધારી અગ્રણી હિરાભાઈ જોગરાણાને થતાં તેઓએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વાત પહોંચાડી મદુરાઈમાં ફસાયેલા લોકોને વતન લાવવા માટેની યોગ્ય રજૂઆત કરતા મુખ્યમંત્રીએ અતિ વ્યસ્તતા વચ્ચે પણ સંવેદના દાખવી મદુરાઈમાં ફસાયેલા તમામને વતન અમદાવાદ આવવા માટેની તમામ વ્યવસ્થા કરી આપતા ગઈકાલે એ બધા લોકો અમદાવાદ આવી પહોંચ્યા હતા.
મદુરાઈ ખાતે ફસાયેલા લોકોમાં રમેશભાઈ જે. ભરવાડ, વનીબેન આર.ભરવાડ, ભુરાભાઈ જે.ભરવાડ, રૈયાબેન બી.ભરવાડ, મેપાભાઈ જી.ભરવાડ, કંકુબેન એન.ભરવાડ, ગોપાલભાઈ જે.ભરવાડ, રાણીબેન જી.ભરવાડ, ગોવિંદભાઈ ભરવાડ, લક્ષ્મીબેન જી.ભરવાડ, રામાભાઈ જી.ભરવાડ, બાયાબેન આર.ભરવાડ, ખીમાભાઈ એમ.ભરવાડ, દેવુબેન એન.ભરવાડ, કાળુભાઈ બી.ભરવાડ, સોનલબેન કે.ભરવાડ, ભગવાનભાઈ ડી.ભરવાડ, બાયાબેન બી ભરવાડ, માલુબેન કે.ભરવાડ, માનુબેન જી.ઝાપડા, નવઘણભાઈ એ.ભરવાડ, નકુબેન એન.ભરવાડ, માયાબેન કે.ભરવાડ, કરશનભાઈ એન.ગોલતર, જીવીબેન કે.ગોલતર, ભરતભાઈ પી.ઘોઘારી, ઉમેશભાઈ ઘોઘારી, સનદિપભાઈ સુહગીયા વગેરેનો સમાવેશ થાય છે.