ભરપુર ઉનાળામાં ઉત્તર ભારતમાં બુધવારે સાંજ ઢળતાની સાથે જ હવામાનમાં પલટો આવ્યો. સાંજ થતા જ આકાશમાં ધૂળની ડમરીઓ સાથે વાદળો ઘેરાઈ ગયાં અને તેજ હવા ચાલવા લાગી.

ગરમીમાં સપડાયેલા લોકોને પહેલા તો આ હવામાન પલટો રાહત આપતો લાગ્યો. પરંતુ જોત જોતામાં તો અનેક જગ્યાઓ પર તે આફત બની ગઈ. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં હવામાન બદલાતા આફત જોવા મળી.

Rajsthan Rain Storm
Rajsthan Rain Storm

રાજસ્થાનની વાત કરીએ તો અલવરમાં ધૂળ ભરેલી આંધીના કારણે થયેલા રોડ અકસ્માતમાં બે લોકોના મોત થયાં. જ્યારે અનેક લોકો ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ધૌલપુરમાં પણ હવામાનમાં પલટો આવતા થયેલા રોડ અકસ્માતમાં બે લોકોના જીવ ગયા. ભરતપુરમાં થયેલા અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યાં અને વધુ જાણવા મળતી વિગત મુજબ રાજસ્થાનમાં કુલ ૨૨ લોકોના મોત થયા છે. લગભગ ૧૦૦ લોકો ઘાયલ થયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.