અમુક ટ્રેનો રદ, કેટલીક ટ્રેનો મોડી રાજકોટ આવશે
રાજકોટ ડિવિઝન ખાતે સુરેન્દ્રનગર તથા ચમારજ સ્ટેશન વચ્ચે ડબલીંગ કાર્ય હેતુથી આજથી આઠ જાન્યુઆરી સુધી એન્જીનીયરીંગ વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવશે. જેના કારણે ૨,૪,૫ અને ૬ જાન્યુઆરીએ અમદાવાદ-સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી એકસપ્રેસ તથા ૨,૪,૫,૬ અને ૭ જાન્યુઆરીના રોજ ઓખા-વિરમગામ-ઓખા પેસેન્જર રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત કાલે પોરબંદર-હાવડા સુપરફાસ્ટ તથા ઓખા-હાવડા લિંક એકસપ્રેસ પોરબંદર તથા ઓખાથી એક કલાક મોડી ઉપડશે. ત્રીજીએ ઓખા-વિરમગામ પેસેંજર ઓખાથી બે કલાક મોડી ઉપડશે. ૪ જાન્યુઆરીએ પોરબંદર-સંતરાગાચ્છી કવિગુરુ એકસપ્રેસ પોરબંદરથી ૪:૩૦ કલાક, ૧૯૫૬૫ ઓખા-દેહરાદુન ઓખાથી ૪ કલાક, ૫૯૫૪૭ અમદાવાદ-રાજકોટ પેસેંજર અમદાવાદથી ૨ કલાક, ૧૧૪૬૩ સોમનાથ-જબલપુર સોમનાથથી ૩:૪૫ કલાકે, ૧૯૨૧૮ જામનગર-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ, જામનગરથી ૨:૩૦ કલાક, ૧૫૬૩૫ ઓખા-ગૌહાટી ઓખાથી ૨ કલાક તથા ૨૨૯૪૬ ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેલ ઓખાથી ૧ કલાક મોડી ઉપડશે.
૬ જાન્યુઆરીએ વેરાવળ-પૂણે વેરાવળથી ૨:૪૫ કલાક, ૧૯૫૭૫ ઓખા-નાથદ્વારા ઓખાથી ૨ કલાક, ૧૧૪૬૫ સોમનાથ-જબલપુર, સોમનાથથી ૧ કલાક તથા ૫૯૫૪૭ અમદાવાદ-રાજકોટ પેસેન્જર અમદાવાદથી ૨ કલાક મોડી ઉપડશે. ૬ જાન્યુઆરીની પોરબંદર-હાવડા સુપરફાસ્ટ પોરબંદર થી ૩ કલાક, ઓખા-હાવડા લિંક એકસપ્રેસ ઓખાથી ૩ કલાક, રાજકોટ-રીવા એકસપ્રેસ રાજકોટથી ૨:૪૫ કલાક તથા જામનગર-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ જામનગરથી ૧:૩૦ કલાક મોડી ઉપડશે. ૭ જાન્યુઆરીની જામનગર-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ જામનગરથી ૧ કલાક મોડી ઉપડશે.
જયારે આજે રાજકોટ-અમદાવાદ પેસેંજર, સોમનાથ-અમદાવાદ એકસપ્રેસ તથા ઓખા-રામેશ્ર્વર એકસપ્રેસ માર્ગમાં ૪૫ મિનિટ મોડી રહેશે. ૨ જાન્યુઆરીની ઓખા-પુરી એકસપ્રેસ ૪૦ મિનિટ, સોમનાથ-જબલપુર ૩૦ મિનિટ તથા અમદાવાદ-રાજકોટ ૩૦ મિનિટ મોડી ઉપડશે. ૩ જાન્યુઆરીની દુરંતો એકસપ્રેસ, રાજકોટ-અમદાવાદ, વેરાવળ-ત્રિવેન્દ્રમ, જબલપુર-સોમનાથ, ગાંધીધામ-બાંદ્રા, અમદાવાદ-સોમનાથ, સોમનાથ-અમદાવાદ, રાજકોટ-દિલ્લી સરાય રોહીલ્લા, સોમનાથ-જબલપુર, સિકન્દરાબાદ-પોરબંદર તથા સૌરાષ્ટ્ર જનતા માર્ગમાં અડધો કલાક મોડી રહેશે. હાવડા-પોરબંદર ૫૫ મિનિટ, પોરબંદર-હાવડા ૪૦ મિનિટ, વેરાવળ-ઈન્દૌર ૪૦ મિનિટ, વિરમગામ-ઓખા ૧:૩૦ કલાક તથા અમદાવાદ-રાજકોટ પેસેન્જર ૧:૩૦ કલાકે મોડી રહેશે.
૪ જાન્યુઆરીની સુરત-જામનગર ઈન્ટરસીટી ૧ કલાક, ૫ જાન્યુઆરીની કોયમ્બતુર-રાજકોટ ૧ કલાક, ૬ જાન્યુઆરીની સિક્ધદરાબાદ-રાજકોટ ૧:૩૦ તથા વેરાવળ-બાંદ્રા સુપરફાસ્ટ ૪૫ મિનિટ મોડી રહેશે. ૭ જાન્યુઆરીની અમદાવાદ-સોમનાથ, સોમનાથ-જબલપુર, ૪૦ મિનિટ, અમદાવાદ-રાજકોટ તથા સોમનાથ-અમદાવાદ ૧ કલાક તથા નાથદ્વારા-ઓખા ૧:૩૦ કલાક મોડી રહેશે. પુછપરછ માટે ૧૩૯ તથા સ્થાનિક સ્ટેશન માસ્તર પાસેથી જાણકારી મેળવી શકશે.