વોર્ડ નં.૧ (પાર્ટ), ૨ (પાર્ટ), ૮ (પાર્ટ), ૯ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ૧૧ (પાર્ટ) અને ૧૩ (પાર્ટ)ના લાખો લોકો તરસ્યા રહેશે
એક તરફ આકાશમાંથી મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે તો બીજી તરફ શહેરીજનો માટે નળમાંથી પાણી દહોલુ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ફલોમીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી સબબ કાલે શહેરના ૭ વોર્ડમાં પાણી વિતરણ રાખવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે.
કોર્પોરેશનની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરના જણાવ્યા અનુસાર ૧૫૦ ફુટ રીંગ રોડ પમ્પીંગ સ્ટેશન પર રૈયાધારથી ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન પર પાણી ટ્રાન્સફર કરવાની ૬૦૦ એમએમ ડાયાની પાઈપલાઈન તથા રૈયાધારથી ૧૫૦ ફુટ રીંગ રોડ ટ્રાન્સફર માટેની ૬૦૦ મીમી પાઈપલાઈન પર સ્કાડા ફેઈસ-૩ અંતર્ગત ફલોમીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી સબબ આવતીકાલે શુક્રવારના રોજ રૈયાધાર ફિલ્ટર આધારીત ગાંધીગ્રામ તથા ૧૫૦ ફુટ રીંગ રોડ વિસ્તારના વોર્ડ નં.૧ (પાર્ટ), વોર્ડ નં.૨ (પાર્ટ), વોર્ડ નં.૯ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ) ચંદ્રેશનગર હેડ વર્કસ આધારીત વોર્ડ નં.૧૧ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)ના વિસ્તાર, મવડી (પુનિતનગર) હેડ વર્કસ આધારીત વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં. ૧૦ (પાર્ટ), વોર્ડ નં.૧૧ (પાર્ટ) કે જયાં બપોરે ૨:૦૦ વાગ્યા પછી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં કાલે પાણી વિતરણ બંધ રહેશે.