સોના કીતના સસ્તા હૈ….!
વેપારીઓએ પેમેન્ટ એપ સાથે કરાર કરી રૂ.૧ માં ઓનલાઈન સોનું વેચવાનું શરૂ કર્યું
ભારતીયો અને એમા પણ ખાસ કરીને મહિલાઓને સોનું ઘેલુ લગાડેછે. પરંતુ દુનિયાના બીજા નંબરનાં સોનાના વપરાશકાર દેશમાં માગમાં ઘટાડો થતા સોનીઓ હવે ઈન્ટરનેટ પર રૂ.૧નું સોનું વેચવા મજબૂર બન્યા છે. સોનીઓ અને જવેલર્સ માલીકો અત્યારે ઓનલાઈન પર ઓછામાં ઓછા ૧ રૂપીયાના સોનાની ઓફર આપી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ભારતીય યુવાનો જેટલો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.તેટલો સોનાનો કરતા નથી અને માટે જ સોનાની કિંમત વધારવા હવે તેને ઓનલાઈન વેચવાના પ્રયાસો હાથ ધરાયા છે.
ઓનલાઈન સોનું વેચી રહેલી કંપનીના મેનેજીંગ ડીરેકટર ગૌરવકુમારે જણાવ્યું હતુ કે ઘણા લોકો એક રૂપીયાનું સોનું ખરીદી રહ્યા છે. અમારી કંપનીએ ઓનલાઈન સોનાનાવેચાણ માટે ઘણા પેમેન્ટ એપ સાથે કરાર કર્યા છે. જેના દ્વારા ઓનલાઈનસોનાની ખરીદી કરી શકાય છે.
આ યોજનાનો પ્રારંભ કંપની દ્વારા ગત વર્ષે કરાયો હતો. અને અત્યાર સુધીમા ૩૦ લાખ લોકોએ ઓનલાઈન સોનાની ખરીદી કરી છે. કંપનીને આશા છે કે આગામી વર્ષમાં ઓનલાઈન સોનાની ખરીદી કરનાર લોકોની સંખ્યા વધીને દોઢ કરોડ પર પહોચી જશે.
મહત્વનું છે કે ઓનલાઈન સોનાની ફીઝીકલ ડીલીવરી કરાય છે.હાલ એક ગ્રામ સોનાનો ભાવ રૂપીયા ૩૨ હજારની આસપાસ છે. ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકનાખાતામાં એક રૂપીયાની કિંમતનું સોનું જમા થતુ રહે છે. એક ગ્રામ સોનુંજમા થતા તેને ફીજીકલ ડીલીવરી કરાય છે. મહત્વનું છે કે ૨૦૧૦માં ભારતમાં ૧૦૦૨ ટન સોનાની ખપત થઈ હતી જેની સામે ૨૦૧૭માં સોનાનું વેચાણ ૨૩ ટકા ઘટી ગયુંહતુ.
ઉલ્લેખનીય છે કે દેશમાં સ્થાનિક સોનીઓ અને ટાઈટન, ટીબીઝેડ જેવા જવેલર્સ ચેઈન સ્ટોર્સ દ્વારા સોનાનું વેચાણ કરાય છે. અને દુકાનોમાં સોનાની ખરી પર રોકડ ચૂકવણી કરવી પડે છે. સોનાનું ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓ ૧૦૦ મિલિગ્રામ સોનાની ડીલીવરી કરવાની તૈયારી કરી રહી છે.