જવાહર શિશુ વિહાર વિઘાલયના પ્રવાસ દરમિયાન બનેલી ગોઝારી ઘટનાથી વાલીઓમાં કરૂણ કલ્પાંત
શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી જવાહર શિશુ વિહાર નામની શાળાના વિઘાર્થીઓ માટે સોમનાથ-દિવ ખાતે યોજાયેલા પ્રવાસ દરમિયાન બે વિઘાર્થીઓના શિક્ષકોની નજર સામે જ દિવના દરિયામાં ડૂબી જવાથી મોત નિપજતા શિક્ષકોમાં દોડધામ થઇ ગઇ હતી મૃતક બન્ને વિઘાર્થીઓનાં પરિવારને જાણ કરાતા તેઓ દિવ ખાતે દોડી ગયા હતા.
જવાહર શિશુ વિહારના ધોરણ ૯ અને ૧૦ ના ૧૦૭ વિઘાર્થીઓ માટે સોમનાથ-દિવ અને તુલસીશ્યામ માટે પ્રવાસનું આયોજન કરાયું હતું. બે લકઝરી બસમાં નિકળેલા પ્રવાસ સોમનાથ દર્શન કરી વિઘાર્થીઓ અને શિક્ષકો દિવ પહોંચી નાગવા બીચ ખાતે પોતાના ઘરેથી લાવેલા ટીકીટનું સમુહ ભોજન કરી દરિયામાં ન્હાવા પડયા હતા.
રેલનગરમાં આવેલી જવાહર શીશુવિહાર માઘ્યમીક વિઘાલયની બે બસમાં ૧૦૭ છાત્ર-છાત્રાને લઇને પ્રિન્સીપાલ ગીતાબેન કાલાવાડીયા અને શિક્ષકોનો સ્ટાફ દિવ-સોમનાથ પ્રવાસે ગયા હતા. બપોરના સમયે દિવ નાગવા બીચ પર વિઘાર્થીઓને દરિયામાં ન્હાવા લઇ જવાયા હતા. શિક્ષકો વિઘાર્થીઓને છીંછરા પાણીમાં ન્હાવા માટે અનુરોધ કરી પોતે ઉંડા પાણીમાં રહ્યા હતા. ન્હાવાની મસ્તીમાં બે વિઘાર્થીઓ પ્રિત રાઠોડ અને અજય કારેલીયા શિક્ષકોની નજર ચુકાવી ઉંડા પાણી તરફ ન્હાવા ગયા હતા. વાતથી અજાણ પ્રિન્સીપાલ અને શિક્ષકોને ઘટના માટે દરિયામાં કુદી પડયા હતા. દિવ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જવાનોને સાથે રાખી મહા મહેનત બાદ એક છાત્રની લાશ મળી આવી હતી. મામલતદારની આગેવાનીમાં અન્ય એક વિઘાર્થીની શોધખોળ ચાલી રહી છે.
જવાહર શિશુ વિહાર સ્કુલના પ્રવાસમાં પ્રિત રાઠોડ જોડાયો ત્યારે
તેના પિતા કિશોરભાઇએ
સ્કુલ સંચાલકોને વિઘાર્થીઓને પાણીમાં ન જવા દેવા અંગે તાકીદ કરી હતી. તેમજ પોતાનો પુત્ર કયારેય પ્રવાસમાં ન ગયો હોવાથી ઘ્યાન રાખવા ભલામણ કરી હતી.
ત્યારે સ્કુલ સંચાલકોએ એક પણ વિઘાર્થીને દરિયામાં ન્હાવા કે પાણીમાં
નહિ જવા દે તેવી ખાત્રી આપી હતી.