નેસડા ગામેથી ભાવનગર પરત આવતી વેળાએ સર્જાયો અકસ્માત: ટ્રક ચાલકની શોધખોળ
ભાવનગર શહેરની ભાગોડે નારી સર્કલ નજીક ટ્રકના ચાલકે મોટર સાઇકલને પાછળથી ઠોકર મારી પછાડી દેતા બાઇક સવાર પિતા–પુત્રીના મોત નિપજયાં હતા. આ અંગે વરતેજ પોલીસે ટ્રક ચાલક વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ ભાવનગરના કુંભારવાડા, નારી રોડ વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ ચંદ્રકાંતભાઇ રાવલ (ઉ.વ.૩૦) તેમની ત્રણ વર્ષીય માસુમ પુત્રી સંઘ્યાને પોતાના બાઇક નં. જીજે ૪ સીઇ ૯૯૪૦ ઉપર બેસાડીને નેસડા ગામેથી પરત ભાવનગર તરફ આવતા હતા. ત્યારે નારી ચોકડી પાસે પહોચતાં પાછળથી ધસી આવેલા રાક્ષસી ટ્રક નં. જીજે ૭ યુયુ ૫૪૫૪ ના ડ્રાઇવરે તેની ટ્રક પુરઝડપે બેફિકરાઇથી ચલાવી બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક શૈલેષભાઇ તથા પુત્રી સંઘ્યાને ઇજા પહોચાડતા પિતા–પુત્રીના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજયાં હતા. જયારે અકસ્માત સર્જી ટ્રક મૂકી ચાલક ફરાર થઇ ગયો હતો.
અકસ્માતની જાણ થતાં વરતેજ પોલીસે તુરંત ઘટના સ્થળે પહોચી જળ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ અંગે મૃતકના ભાઇ પ્રકાશભાઇ ચંદ્રકાંતભાઇ રાવલે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરાર ટ્રક ડ્રાઇવર વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની શોધખોળ આદરી છે.