પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકાના સન્યાસ આશ્રમ પાસે આવેલી નવી રામવાડી વૃધ્ધાશ્રમમાં વર્ષોથી આશ્રીત વસવાટ કરતા ગાયત્રીદેવી (ઉવર્ષ75 ) બુધવારે બેશુધ્ધ હાલતમાં હોવાની આ આશ્રમના ટ્રસ્ટી હેમાંશુભાઇને જાણ થઈ હતી. જેથી તેઓ દોડી આવ્યા હતા.અને વૃધ્ધાને સારવાર માટે દ્વારકા સીવીલ હોસ્પિટલ લઇ જવા 108 ને બોલાવાઇ હતી.108 ના તબીબે ચેક કરી મૃત જાહેર કરેલ, છતા સીવીલ હોસ્પિટલે લઇ જઇત્યાના ફરજ પરના તબીબોએ મૃત્યુ થયુ હોવાની પુષ્ટી કર્યા બાદ ટ્રસ્ટી હીમાંશુભાઇએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના અને દ્વારકા પોલીસને જાણ કર્યા વગર મૃતદેહનો અંતિમસંસ્કાર કરાવ્યો હતો.અને આ બાબતે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ નવી રામવાડી વૃધ્ધાશ્રમમાં ફક્ત બે વૃધ્ધો રહેતા હતા.જેમા બેંગલોરના શેષાદ્ર શર્મા (ઉવર્ષ 92)નામના વૃધ્ધપુરૂષ આશરે 1993થી તથા ગાયત્રીદેવી (ઉવર્ષ 75) મુળ વૃંદાવનના વતની હતા.અને 1992 થી તેઓ આ આશ્રમમાં આશ્રીત જીવન જીવતા હતા.
આ આશ્રમના કુલ પાંચ ટ્રસ્ટીઓ માના એક એવા હેમાંશુભાઇ શત્રુધનભાઇ આચાર્યા એ જણાવ્યુ હતું કે તેમના દાદા શ્રી રામચંદ્રનીવાસાચાર્યજી એ આ જમીન સંન્યાસ આશ્રમવાળા નીત્યાનંદસ્વામીને વૃધ્ધાશ્રમ બનાવવા દાન કરી હતી. અને શ્રી નિત્યાનંદ સ્વીમીજી એ આ વૃધ્ધાશ્રમ ની સ્થાપના કરી હતી.અને આ આશ્રમના તેઓ બન્ને ભાઇ વારસાગત ટ્રસ્ટી છે.અને આ વૃધ્ધાશ્રમમાં આશ્રીત તરીકે રહેતા ગાયત્રીદેવી બેશુધ્ધ હાલતમાં હોવાનુ માલુમ થતા તુરંત હોસ્પિટલ ખસેડ્યા હતા.જ્યા ફરજ પરના ડોકટરે ચેક કર્યા બાદ ઉમરવશ મૃત્યુ થયુ હોવાનું જણાવતા પોસ્ટમોર્ટમ ની જરૂર ન હોવાનું જણાવ્યુ હતુ. તેથી અમે લોકોએ હિંદુ વિધી મુજબ તેમના અંતિમસંસ્કાર કર્યા હતા.
દ્વારકા સીવીલ હોસ્પિટલ ના ડોકટર ચીરાગ ગોહેલે જણાવ્યુ હતું કે ગાયત્રીબેનને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ત્યારે તે મૃત અવસ્થામાં જ હતા. તેઓને પોસ્ટમોર્ટમ કરવા જણાવાયુ હતુ. પરંતુ સાથે આવેલા વ્યક્તિઓ પરિવારના છે તેવુ જણાવી પોસ્ટમોર્ટમ નથી કરવુ તેવુ જણાવ્યુ હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com