૧ર વર્ષથી દિકરી સાથે રહેતી માતાએ નજીવી બાબતે જાત જલાવી કર્યુ અગ્નિસ્નાન
શહેરના ગોંડલ રોડ પાસેથી રિઘ્ધિ સિઘ્ધી રહેતા મણીબેનએ પોતાની પુત્રી સાથેની નજીવી બોલાચાલી થતાં માંઠું લગાતા ‚રૂમમાં જઇ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ કેરોસીન છાંટી પોતાની જાત જલાવી હતી.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગોંડલ રોડ પરની રિઘ્ધિ સિઘ્ધિ માં રહેતા મણીબેન લવજીભાઇ મારડીયા (ઉ.વ.૭૦) એ પુત્રી સાથેની બોલાચાલીને મનમાં રાખી બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પોતાની પુત્રીના જ ઘરમાં કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી લીધી હતી.
મૃતક મણીબેનને સંતાનોમાં બે દિકરા અને ત્રણ દિકરીઓ હતી. જેમાં મણીબેન પોતાની દિકરી સાથે છેલ્લા ૧ર વર્ષથી સાથે રહેતા હતા. ત્યારે મંગળવારના રોજ પોતાની પુત્રી સાથે લાઇટ બંધ કરવાની અને પાણી ભરવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઇ હતી.
તેનું મનમાં રાખી બપોરના સમયગાળામાં જયારે જમાઇ, પુત્રી પૌત્રી અને લવજીભાઇ બહાર ઓસરીમાં સૂતા હતા ત્યારે અંદરના રુમમાં જઇ બોટલમાંથી કેરોસીન છાંટી પોતાની જાત જલાવી હતી. બનાવની જાણ થતાં પરિવારજનોએ સારવાર અર્થે સીવીલ હોસ્પિયલ ખસેડયા હતા.
જયાં હાજર તબીબોએ સારવાર દરમિયાન મણીબેનને મૃત જાહેર કર્યા હતા. મણીબેન દ્વારા આત્મહત્યાનું પગલુ ભરતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બિમારીથી કંટાળી મહિલાએ ફિનાઇલ ગટગટાવી જીવન ટુંકાવ્યું
શહેરના જલાદીપ પાર્ક લીબુડીવાડી વિસ્તારમાં રહેતા પ્રતિમાબેન દિનેશભાઇ શીંગાળા (ઉ.વ.૬૬) એ છેલ્લા ૧પ વર્ષથી વ્હીલચેર પર જીવત પસાર કરતા હતા તેને લઇ માનસીક તણાવથી પોતાના ઘરે ફિનાઇલ ગટગટાવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરતાં પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.