સંસદસભ્ય પુનમબેન માડમની સફળ રજુઆત
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના કંચનપુર પાટીયાથી દાતા વાડી વિસ્તાર સુધી ડામર રોડ બનાવવા અંગે સંસદસભ્ય પુનમબેન માડમની રજુઆતને સફળતા મળી છે. ઉપરાંત જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ધાર્મિક સ્થળ દાણીધાર મંદીર સુધી રસ્તાની પહોળાઇ વધારવાની અને રીકાર પેટીંગની રજુઆત પણ સફળ થઇ છે.
પંચાયતના જુદા જુદા પદાધિકારીઓ, ખેડુતો અને ગ્રામજનોની સાંસદ પુનમબેન સમક્ષ રજુઆતહતી કે કંચનપુર પાટીયાથી દાતા ગામના વાડી વિસ્તાર સુધી ખુબ જ આવન-જાવન રહેતી હોય છે અને તે રસ્તો કાચો છે માટે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ખુબ જ હાલાકીનો સામનો કરવો પડે છે.
આ બાબતની ગંભીરતા લઇને તેમજ ગ્રામ્ય વિસ્તારની આ તાતી જરુરીયાત હોય પુનમબેનએ રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સમક્ષ આ સ્થળે રસ્તો બનાવવા માટે ભારપૂર્વક રજુઆત કરી હતી અને માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતા મંત્રી નીતીનભાઇએ આ રજુઆતને ઘ્યાને લઇ તેમના વિભાગને કંચનપુર પાટીયાથી દાતા વાડી વિસ્તાર સુધીનો ડામર બનાવવા રૂ એક કરોડના ખર્ચની મંજુરી આપતો હુકમ કર્યો હતો. જેના પગલે વિભાગએ પણ તાત્કલીક આ કામ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૧૮-૧૯ હેઠળ જોબ નંબર પણ ફાળવી લગત અધિકારીઓને હુકમ મોકલી દીધો છે.