દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસવાટ કરતાં શાંતિપ્રિય દાઉદી વ્હોરા સમાજના બિરાદરોએ સૌરાષ્ટ્રના ગામેગામના નવા વર્ષની પરંપરાગત ઉજવણી પોતાના ઘરોમાં કરી હતી મિસરી કેલેન્ડર મુજબ બુધવારે હિજરી વર્ષ પ્રમાણે મોહરમ માસનો પ્રથમ દિવસ નવું વર્ષ ગણાય છે પણ આ માસમાં કરબલામાં હજરત ઇમામ હુસેન (અ. સ.) એ સત્યની વેદી પર બલિદાન આપ્યું હોવાથી ઇસ્લામી જગતમાં શોકનો માહોલ હોય છે
તેથી ગત મંગળવારની રાત્રીએ વ્હોરા સમાજએ હાલના સરકારના નિયમોને સમયને ધ્યાને લઇ અને સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો.સૈયદના અબુ જાફરુંસસાદિક આલીકદર મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ (ત.ઉ.શ) ના આદેશ મુજબ પોતાના ઘરોમાં પરંપરાગત મુજબ નવા વર્ષની ઉજવણી કરી હતી.