પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા સ્ટેશન પર 24 કોચની વધારાની લૂપ લાઇનના નિર્માણ કાર્ય માટે અર્થવર્ક કરવામાં આવી રહ્યું છે. જેના કારણે 13 મે થી 28 જૂન સુધી 45 દિવસ માટે સ્ટોપેજ બંધ કરવામાં આવેલ જેને 30 જૂન સુધી લંબાવવામાં આવેલ છે.
તદઅનુસાર ટ્રેન નં. 19016 પોરબંદર-મુંબઈ એક્સપ્રેસ, 59050 વિરમગામ-વલસાડ પેસેન્જર, 22960/22962 જામનગર/હાપા-સૂરત ઇન્ટરસીટી, 59548 ઓખા-અમદાવાદ પેસેન્જર, 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ તથા 11463/11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ (કુલ છ) ટ્રેનો ચાંદલોડિયા સ્ટેસન પર નહીં થોભે.