ભાજપ લીગલ સેલ અને રેવેન્યુ બાર દ્વારા ઇજગકને રજુઆત કરી કાયમી ઉકેલ માટે માંગ.
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં બેસતી સબ રજીસ્ટાર કચેરીમાં બી.એસ.એન.એલ.નો વાયર કપાતા કનેકટીવીટી ખોરવાતા કામગીરી બંધ રહેતા અરજદારો અને વકિલોમાં રોષ ફેલાયો છે.
વધુમાં ધર્મેન્દ્રસિંહ કોલેજમાં બેસતી સબ રજીસ્ટાર કચેરી ઝોન ૩,૪,૫,૬ અને ૭માં બી.એસ.એન.એલ.નો વાયર કપાતા કનેકટીવીટી ખોરવાતા દસ્તાવેજ નોંધણી, ભરી નકલ અને શોધની પહોંચ સહિતની કામગીરી બે દિવસથી બંધ રહેતા ભાજપ લીગલ સેલ અને રેવન્યુ બાર એસોસીએશન દ્વારા બીએસએનએલના એજીએમને રૂબરૂ મળી તાત્કાલિક ધોરણે કનેકટીવીટીનો પ્રારંભ કરવા અને વારંવાર કેબલને લીધે સર્જાતા ફોલ્ટથી કનેકટીવીટીને લીધે કામગીરી ઠપ્પ થાય છે આથી સરકારને લાખોનું નુકસાન થવા પામે છે તો આ અંગે કાયમી ઉકેલ માટે વાયરલેસ કનેકટીવીટી આપવા માંગ કરી છે.