સરકાર દ્વારા નર્મદા ની કેનાલ બનાવવાની ચાલુ કરી છે ત્યારથી બાંધકામ માં મોટાપાયે પોલમપોલ ચાલતી હોય તેમ દિવસેને દિવસે તેમાં ચાલતી ગેરરીતિ સામે આવી રહી છે ત્યારે જલદી રૂપિયા વાળા બની જવાની લ્હાય માં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો લોકોની જિંદગી મુશ્કેલી માં મુકતા હોય તેવું લાગી રહ્યું છે
હજી લખતર નજીક બની રહેલ પમપિંગ સ્ટેશન ના કોન્ટ્રાકટ માં કામ કરી રહેલ સુપરવાઈઝર દ્વારા કામ માં ચાલી રહેલ ગેરરીતિની સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર થી લઈને વિજિલન્સ શાખા ગાંધીનગર સુધી લેખિત માં ફરિયાદ કરી છે તેની તપાસ પણ થઈ નથી ત્યાં લખતર રેલવે સ્ટેશન થી વણા રોડ સુધી આવેલી મેઈન કેનાલ ની બાજુ માં કેનાલની માટી ધસી ના જાય કે ધોવાય ના જાય તે માટે તંત્ર દ્વારા બનાવવામાં આવેલી દિવાલ ખુદ સામાન્ય વરસાદ માં ધોવાઈ ગઈ છે જો અતિશય વરસાદ આવ્યો હોત તો આ દિવાલ અને કેનાલને સ્પોટ માટે નાખવામાં આવેલી માટી ની હાલત શુ થાત તે લોકોને સમજ માં આવતું નથી તો શું ગુજરાત સરકાર તાત્કાલિક કેનાલ નું રિસર્વે કરાવી જવાબદાર અધિકારી અને કોન્ટ્રાકટર પગલાં ભરી યોગ્ય જાણવની કરવાવશે કે પછી હોતિ હે ને ચલતી હે જેવો ઘાટ સર્જાશે.