ભૂતકાળમાં કર્મચારી મંડળને કેન્ટીન માટે પણ જગ્યા નહોતી ફાળવાઈ: ગોંડલમાં સુલતાનપુરનાં સખી મંડળ ઉપર ડીઆરડીએ ઓળઘોળ
આઈએસઓ પ્રમાણીત રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં ભૂતકાળમાં કર્મચારીઓ માટે ચાની કેન્ટીન માટે પણ મંજૂરી આપવામાં ની આવી ત્યારે હવે છેક ગોંડલના સુલતાનપુર ગામના એક સખીમંડળને પગભર કરવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ નમૂનેદાર કલેકટર કચેરીમાં ખાણીપીણીની કેન્ટીન કરવા ભલામણ કરતા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આ સખી મંડળ માટે મોકાની કિંમતી જમીન ફાળવી દેવા કારસો ઘડાયો છે.
જો કે, ફકત ૯૦ દિવસ માટે જ આ કેન્ટીનને મંજૂરી આપવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યાં છે. તો બીજી તરફ સખીમંડળના નામે કલેકટર કચેરીની કિંમતી જમીન હડપ કરવાના આ કારસામાં વૃક્ષોની કત્તલેઆમ કરવા પણ તજવીજ શ તાં ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે.
શહેરના શ્રોફ રોડ પર આવેલ નમુનેદાર જિલ્લા કલેકટર કચેરી કોર્પોરેટ કલ્ચર જેવો માભો ધરાવે છે અને કચેરીના વ્યવસપન માટે આઈએસઓ સર્ટીફીકેટ પણ મળ્યું છે ત્યારે ભૂતકાળમાં જિલ્લા કલેકટર દ્વારા અહીં નાસ્તા માટેની ખાણીપીણીની કેન્ટીન તો ઠીક, ચા અને રીફ્રેશમેન્ટ માટે પણ કોઈપણ જાતની પ્રવૃતિ કરવા મંજૂરી આપવામાં આવી નથી.
આ બધાી વિપરીત તાજેતરમાં ગોંડલ તાલુકા પંચાયતની દરખાસ્ત મુદ્દો બનાવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના ઓમ સખીમંડળને કલેકટર કચેરીના પ્રાંગણમાં ખાણીપીણીની કેન્ટીન શરૂ કરવા મંજૂરી આપવા પત્ર લખતા કલેકટર તંત્ર દ્વારા કોઈપણ જાતનો ભવિષ્યનો વિચાર કર્યા વગર મંજૂરી આપવામાં આવતા ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે.
સૌી ચોંકાવનારી બાબત તો એ છે કે આ ઓમ સખીમંડળ ગોંડલના સુલતાનપુર તાલુકાનું છે તો શું આ મહિલાઓ દરરોજ રાજકોટ અને ગોંડલ વચ્ચે અપડાઉન કરી કેન્ટીન ચલાવશે ? શું રાજકોટ શહેરમાં અન્ય કોઈ સખીમંડળો ની કે જે આ કામગીરી કરી શકે ? શા માટે ગોંડલના જ સખીમંડળ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ભલામણ કરી ? આ બધુ તો ઠીક સખી મંડળ માટે કલેકટર કચેરીના પાછળના ભાગે બેંકર્સ કલબની ઓરડી તરફની જગ્યા મંજૂર કરવામાં આવી હોવા છતાં સખી મંડળના કહેવાતા આગેવાનો કલેકટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે કે જયાં ચાલવા માટે ફકત એક જ જાપલી છે તે જગ્યાનો આગ્રહ રાખી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, સખીમંડળ માટે ૧૫ બાય ૧૫ની જગ્યા મંજૂર કરવામાં આવી છે પરંતુ સખીમંડળ દ્વારા જી.ટી.શેઠ હોસ્પિટલ સામેના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જે જગ્યા છે તે જગ્યા પર જ સ્ટ્રકચર ઉભુ કરવા સતત માંગ કરવામાં આવી રહી છે. હકીકતમાં આ જગ્યા પર ‘ઉંમરા’નું વર્ષો જૂનું વૃક્ષ ઉભેલ છે અને ૧૨ ફૂટ બાય ૧૨ ફૂટની જગ્યા જ છે. આ છતાં મોટી જગ્યાને બદલે તગડો ધંધો કરવા માટે આ જગ્યાનો જ હઠાગ્રહ રાખવામાં આવી રહ્યો છે અને એક નાયબ મામલતદાર સતત સખીમંડળના આ જગ્યા મળે તે માટે પ્રયત્નરત બન્યા છે.
બીજી તરફ આ મામલે અધિક જિલ્લા કલેકટર હર્ષદભાઈ વોરાને પુછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, સખીમંડળને ૯૦ દિવસ માટે હંગામી ધોરણે જગ્યા આપવામાં આવનાર છે અને જો તેમની કેન્ટીન માટે વૃક્ષોનું છેદન કરવાની તજવીજ તી હોય તો તે કદાપી ચલાવી નહીં લેવાય.
જો કે, કારણ ગમે તે હોય પરંતુ આટ આટલા વર્ષો સુધી ચોખ્ખી ચણાટ અને સુઘડ રહેલી કલેકટર કચેરીમાં કેન્ટીન શ શે તો આવનારા દિવસોમાં અનેક દૂષણો ઉભા શે સો સો હંગામી ધોરણે ફાળવેલી કરોડોની કિંમતી જમીન પર ખાનગી માણસોનો કાયમી પગદંડો જામશે. આ સંજોગોમાં જિલ્લા કલેકટર દ્વારા અગાઉના જિલ્લા કલેકટરો જેવી નીતિ અપનાવી કચેરીમાં કાયમી કોર્પોરેટ કલ્ચર જળવાઈ રહે તેવો નિર્ણય લેવો જરી હોવાનું જણાય રહ્યું છે.