પુલ તુટી જશે તો મોટી જાનહાની થાય તેવો લોકોમાં ભય તાત્કાલીક ધોરણેે નિરાકરણ કરવામાં આવે તેવી લોક માંગ
રાજુલાના હિંડોરણા ગામ પાસે ધાતરવાડી નદી ઉપર આજથી લગભગ ૩૫ વર્ષ પહેલા તાત્કાલીક ધારાસભ્ય જશવંત મહેતાના પ્રયાસોથી આશરે ૯૦ મીટર જેટલી લંબાઇમાં અને પરચીસેક મીટર જેટલી ઉંચાઇમાં બન્યો હતો. તે વખતે રાજુલાથી ઉના સોમનાથ જવા માટે આ રોડ ઉપર ટ્રાફીકનું ભારણ એકદમ ઓછું હતું. આજે આ પુલ રથી આજુબાજુ સ્થાયેલી મહાકાયા કંપનીઓમાં માલ સામાન ભરી લઇ જવા લાવવા માટે ૧૮ વ્હીકલના મોટા ટ્રકો, નાના ટ્રકો, ટ્રેકટરો, એસ.ટી. બોસ પ્રા. વાહનો સેંકડોની સંખ્યામાં આવન જાવન કરે છે મોટાભાગના વાહનો ઓવર લોડ હોય છે.
પરીણામે આ પુલની હાલત દિન પ્રતિદિન નબળી પડી રહીછે. છાશવારે અહી આ પુલ ઉપર મોટા મસ ગાબડાઓ પડતા હોય કલાકો સુધી બન્ને બાજુનો માર્ગ વ્યવહાર ઠપ્પ થઇ જાય છે સેંકડોની સંખ્યામાં વાહનો થંભી જાય છે વહીવટી તંત્ર દ્વારા આ કાયમી સમસ્યાનું કોઇ નિરાકરણ કરવામાં નથી આવતુ માત્રને માત્ર ઠાગડ-ઠીંગડ કરી માર્ગને પુન: કાર્યરત કરવામાં આવી રહ્યો છે.
રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર અને માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરુએ આ પુલ અંગે એવું કહ્યું હતું કે ભારેખમ વાહનો આ જર્જરીત ડેમ ઉ૫રથી રોજના સેંકડોની સંખ્યામાં લોડીંગ વાહનો પસાર થતા હોય આ પુલ અત્યારના આ ભારે વરસાદથી એકદમ ઝરઝરીત થઇ ગયો છે. આટલું જ નહી બલ્કે આ પુલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવો ભય ઉભો થયો છે. પૂર્વ અને વર્તમાન ધારાસભ્યઓએ પુલ નેશનલ ઓથોરેટી
ના અંદરમાં આવે છે. તેમના અધિકારીઓને તથા સરકારી ઉચ્ચ અધિકારીઓને આ પુલને સત્વરે મજબુત બનાવવા માટેની રજુઆતો કરી છે. અંબરીશ ડેરે સરકારમાં પણ આ પુલને અત્યારે નેશનલ હાઇવે ૮ જે ફોર સ્ટ્રેટ રોડમાં રુપાંતીત થઇ રહ્યો છે. તેમાં આ પુલ ના કામને પ્રાધાન્ય આપવા માટેની ઉચ્ચસ્તરે રજુઆતો કરી છે.
આજે આ અંગે નેશનલ હાઇવે ઓથોરીટીનો સર્પક સાધતા તેમણે એવા જવાબ આપ્યો હતો કે આ બાબતે અમે કશું જ કહી ન શકીએ. રાજુલા આર એન્ડ બી ના ઇજનેરનો સંપર્ક સાધના તેમણે પણ એવો જવાબ આપ્યો હતો કે આ માર્ગ મારા અન્ડરમાં નથી આવતો આથી ખો ખો રમી રહેલા સરકારી તંત્ર ના પાપે જો પુલ તુટી પડશે અને એમાં મોટી જાનહાની થશે તો કોની જવાબદારી રહેશે.