કોરોના કાળ બાદ નાનીવયના ઘણા લોકોના હાર્ટએટેકને કારણે અચાનક  મૃત્યુના ક્સિા વધુ જોવા મળી રહ્યા છે: દેશમાં દર વર્ષે 20 લાખ લોકો હૃદયની બીમારીથી મૃત્યુ થાય છે જેમાં  35 ટકા તો યુવા વર્ગ જોવા મળે છે

વર્ષો પહ.લાની  જીવનશૈલી આજે વડીલો  યાદ કરીને  અત્યારની   પેઢીને ઘણીવાર વાત કરે ત્યારે  તેમના સંતાનો કે પરિવારો  તેને ગણકારતા નથી પણ પરિવારમાં  બનતી મૃત્યુની   ઘટના બાદ હવે ઘણા પરિવારો વડીલોની સલાહ બીકના માર્યા પણ લેવા લાગ્યા છે. છેલ્લા બે  દશકામા માનવીની  બદલાતી જીવન  શૈલીને કારણે ઘણી મુશ્કેલી ઉભી કરી છે. હજી ભણવાનું પુરૂ કરે ને   લગ્ન કર્યા બાદ  થોડો સેટ થાય ત્યાં   અચાનક જ   હાર્ટએટેકથી મૃત્યુ થાય   તેવા સમાચારો હવે   રોજ સાંભળવા મળે છે. કોરોના  કાળ બાદ નાની વયના ઘણા યુવાનોના હાર્ટએટેકને કારણે  અચાનક મૃત્યુના કિસ્સા વધી રહ્યા છે.

દેશમાં દર વર્ષે હાર્ટએટેકથી તેની બિમારીને  કારણે 20  લાખ લોકો મૃત્યુ   પામે છે.તેમાંથી 35 ટકાતો યુવા વર્ગનાં આંકડો જોવા મળે છે.  એક ગંભીર  બાબત છે. નવી સદીની નવી લાઈફ સ્ટાઈલને કારણે અને  આજના યુવાવર્ગની ખશવા પીવા બેસવા ઉઠવા સાથે અનિયમિત  ઉંઘ અને  વ્યસનોને કારણે પોતે જ ઘણા રોગોને આમંત્રણ આપી દે છે. તમાકુ સિગારેટના સેવનથી  જડબા ફેફસાના   કેન્સરના કેસોમાં યુવા વર્ગનો આંક સતત વધી રહ્યો છે. સતત  ટ્રેસ વાળી જીવન શૈલીથી આજના યુવા વર્ગમાં આપઘાતનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. જે સમાજ માટે રેડલાઈટ છે.

નવા યુગની  નવી લાઈફ સ્ટાઈલે   આજનો યુવા વર્ગ  ખાવા-પીવા-બેસવા-ઉઠવા  સાથે અનિયમિત ઉંઘ અને વ્યસનોને કારણે જ  ઘણા રોગોને આમંત્રણ આપે છે

વિદેશી  કલ્ચરના આંધળા  મોહમાં આજનો યુવા વર્ગ  તેનું જીવન હાથે  કરીને નષ્ટ કરી રહ્યો છે. લગ્નના દાંડીયારાસમાં રાસ લેતા જ એક યુવાન ઢળી પડે છે. અને તેનું મૃત્યુ  થાય છે. આ વીડીો  સોશિયલ મીડીયામાં   ઘણો વાયરલ થયો હતો, આવી ઘટના હવે સતત બનતી જ રહેવાની છે.  તેની પાછળના કારણો   યુવાનોની ઘણી  બેદરકારી બહારનો ખોરાક જેવી ઘણી વસ્તુ ભાગ ભજવે છે.  આપણો દેશ  વિશ્ર્વમાં   સૌથી વધુ   યુવા વર્ગની   વસ્તી ધરાવતો  દેશ છે. હવે  જો યુવા વર્ગ  આવી જ રીતે મૃત્યુના   મુખમાંજ શે તો  આવનારા વર્ષો સીનીયર  સીટીઝનો જ  બચશે તેમાં કોઈ શંકા નથી.

આજનો યુવા વર્ગ   પોતે જ   કહે તે સાચુ એમ માનવા લાગ્યો છે. યુવા વર્ગ   વાંચનને બદલે ઈન્ટરનેટનો વ્યસની  બની ગયો છે.  આવનારી  ઉંમરનાં વિદ્યાર્થી પણ ધઽુમપાનના રવાડે ચડી ગયા છે.    પાન-ગુટખા અને ફાકી  ના ચલણ સાથે નશીલા  દ્રવ્યો પણ  યુવા વર્ગ લેવા લાગ્યો છે. ત્યારે તેનું   લાંબુ ભવિષ્ય જાહેઈ  ન શકાય. આજના યુવા ભારતની   સમસ્યાઅને પ્રશ્ર્નો ઘા  છે જેમાં દેશનું યુવા ધન અવળે પાટે ચડી ગયું છે. તેસૌથી વધુ  ચિંતાનો વિષય છે. વિદેશી  કલ્ચર આપણા ભારતીય  સંસ્કારો અને મૂલ્યોનું ખંડન   કરી રહ્યું છે.

નાની ઉંમરે વ્યસનની સાથે નશાકિય વધતી પ્રવૃતતિ,  ચોરી,  બળાત્કાર,  લૂંટફાટ જેવા ગંભીર ગુનામાં હવેના યુગમાં યુવા વર્ગ વધુ સપડાતો જોવા મળી રહ્યો છે. આજે આપણી પરંપરાઓ મૂલ્યો સાથે સમગ્ર સામાજીક વ્યવસ્થા   બદલાતી જોવા મળે છે.  લક્ષ્ય વગરનાં  આજનો યુવાન દિશાહીન  થઈ ગયો છે.   જેને   કારણે તે  અનેક રોગોનો  શિકાર બન્યો છે.

તમાકુ-સિગારેટના સેવનથી વધતા કેન્સરના કેસોમાં  હવે યુવા વર્ગ પણ સપડાવવા લાગ્યો છે:  સતત ટ્રેસવાળી લાઈફને કારણે યુવાનોમાં આપઘાતનું પ્રમાણ  પણ સમાજ માટે રેડ લાઈટ છે

આજના યુવા વર્ગની આવી અધોગતી પાછળ સહનશીલતા નો અભાવ, વ્યસનો અને  એકલતા જેવા મુખ્ય કારણો જોવા મળે છે.   સોશિયલ  મીડીયા પરનાં હિંસાકે પોર્ન વીડીયો જોઈને તે  પોતાની મનોદશા  ખરાબ કરે છે.  કામ ધંધો   ન હોવાથી તે પૈસા કમાવવાની લાયમાં આડે ધંદે  ચડી જાય છે. આજે ગમે તે   ગુનાઓમાં 35 વર્ષથી નીચેના ગુનેગારો સૌથી વધુ  જોવા મળે છે. એક ચોંકાવનારા તારણમા એવું જાણવા મળ્યું છેકે કોરોના બાદ તેના દર્દીઓમાં હાટર્; એટેકના કિસ્સા  અઢી ગણા વધી ગયા છે.

આજના યુગમાં પહેલા કરતા યુવાનો હૃદયરોગની બીમારીથી વધુ પીડાતા જોવા મળે છે.  આજે કોઈ કસરત કરતો નથી કે ચાલતો નથી. બધાને આરામદાયક જીંદગી જીવવી છે. અચાનક એટેક આવીને  થતા મૃત્યુની વય 40 વર્ષથી નીચેની વધુ જોવા મળે છે. તબીબો પણ વધતા જતા ટ્રેસ અને જીવન શૈલીને આનું કારણ બતાવે છષ. આજથી અઢી દાયકા પહેલા હૃદયરોગનો નાનો દર્દી જોવા જ મળતો નહી જે આજે સાવ ઉલ્ટી   વાત થતા યુવા વર્ગ  જ  વધુ જોવા મળી રહ્યો છે. આજના યુવા વર્ગે આનાથી બચવા નિયમિત   હળવી કસરત  કરવી જરૂરી છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનો  અહેવાલ રોગને કારણે થતાં મૃત્યુની વય સતત નીચે આવતી હોવાની વાત કરે છે.  આજની દુનિયાના   યુવા વર્ગ   માટે સળગતો પ્રશ્ર્ન એટલે વ્યસનો,  આને કારણે જ  નાની વયના મૃત્યુ   વધતાં  ઘણા પરિવારો   મુશ્કેલીમાં  આવી ગયા છે. આપણે બદલાયેલો   ખોરાકને કારણે  ઘણા  રોગો આપણે શરીરમાા આવી ગયા છે.  યુવા વર્ગે  હવે ચેતવા જેવું છે કે જીવવું છે કે  મરવું નકકી તેને કરવું જ પડશે.

લાંબા સમય સુધી યુવા અને ફીટ રહેવા માટે યુવાનોએ  ખરાબ આદતો છોડીને  સારી આદતો   અપનાવી   પડશે.   પોષ્ટિક  આહારથી  સ્વસ્થ જીવન જીવી શકાય છે.  દૈનિક   નિયમિતતા  પણ જરૂરી છે. બપોરે 12 વાગે અને   સાંજે 8 વાગે  જમી લેનાર અને પુરી સાત કલાક   ઉંધ લેનાર કયારેય માંદો પડતો નથી. મોડીરાત સુધી જાગવાને કારણે પણ   ઘણા રોગો  થતા હોવાથી  અગાઉની જીવન શૈલી  હવે પાછી લાવવી પડશે.

દરેક મા-બાપે   બાળકોને હવે પોષ્ટિક આહાર બાબતે ઘણું   ધ્યાન રાખવાની જરૂર છે. નાનપણથી પડેલી ટેવ તેના ભવિષ્ય માટે શ્રેષ્ઠ વરદાન  રૂપ  હશે આજે સૌથી મોટી    સમસ્યા બહારના  ખોરાકની   ટેવ છે. જે તમને ઘણા રોગો  આપી દે છે.  નાના પરિવારોમાં  વડીલની  છત્રછાયા ન રહેતા હવે   બધા  યુવાનો સ્વછંદી  બની ગયા છે.   અને કોઈના  કહ્યામાં ન હોવાથી મા-બાપોની ચિંતા સતત  વધતી  જોવા મળે છે.  ઘણી વારતો  સંતાનોની ચિંતામાં   મા-બાપને  એટેક  આવી જાય તેવા બનાવો પણ જોવા મળે છે.

છોટીસી ઉંમર મે લગ ગયા રોગ !

હજી તો  ઉગીને ઉભા થયા હોય તેવી ઉંમરનાં  આજના યુવાનીયાને છોટી સી ઉંમરમાં ઘણા રોગો   લાગતા જોવા મળી રહ્યા છે. માથે ટાલ પડવી,  એસીડીટી,  ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, મોઢાનું કેન્સર,   હાથ-પગના દુ:ખાવો, અનિદ્રા, માથુ દુ:ખવું ,કબજીયાત, પેટનો દુ:ખાવો    જેવા અનેક રોગો યુવા વર્ગમાં હવે જોવા મળી રહ્યા છે. તેની પાછળનું  કારણ  માત્ર બદલાયલેી  તેમની જીવન શૈલી  છે. ખોરાકમાં ન ધ્યાન રાખવું,  ધુમ્રપાન  અને વ્યસનો જેવી ઘણી બદીઓને કારણે  આજનો યુવા અચાનક જ  ‘હાર્ટએટેક’માં મૃત્યુ પામતો જોવા મળી રહ્યો છે. સાત્વીક  ખોરાક સાથે   નિયમિતતા   અને થોડી નાની મોટી કસરત જ હવે યુવા વર્ગને બચાવી શકે  તેમ છે.  આજ કાલનો  તરૂણો  સીગારેટના ધુમાડા કાઢતા જોવા મળે છે.  ત્યારે   આપણને એમ થાય કે  આ જીવન કેમ જીવશે.

આજના યુગમાં ટોપ પ્રાયોરીટીમાં  શારીરિક  અને માનસિક સ્વસ્થતાને આપો

ઈન્ફરમેશન અને ટેકનોલોજીની સદીમા આપણી બદલાયેલી  લાઈફસ્ટાઈલમાં સૌથી ટોપ  પ્રાયોરીટી  તમારી માનસિક અને   શારીરિક  સ્વસ્થતાને આપો. સારો પોષ્ટિક ખોરાક સાથે  પ્રફુલ્લિત રહેવાથી પણ સારી તંદુરસ્તી  મળી શકે છે. આપણા શરીરનું  આપણે જ ધ્યાન   રાખવું પડે આ વાત આજના યુવા વર્ગે  સમજવાની જરૂર છે.  જીવનમાં  નિયમિતતા  સાથે સારી  ટેવો લાંબુ  અને તંદુરસ્ત  જીવન આપે છે. તે વાત  ભૂલવી ન જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.