પોલીસની અભેદ સુરક્ષા ,કલેકટરનું રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ ,આરોગ્ય વિભાગના સતત ચેકીંગને કારણે લોકોએ શાંતિપૂર્ણ મેળો માણ્યો
રાજકોટ શહેરના અજબ ગજબ હાલચાલ છે,જુદી છે તાસીર એની જુદા એના કમાલ છે. આવી જ એક અલગ તાસીર અને કમાલ ધરાવતા મોજીલા શહેરીજનોએ જન્માષ્ટમી તહેવારની ભરપૂર ઉજવણી કરી હતી.તેમાં પણ રાજકોટ નો લોકો મેળો એટલે સોનામાં સુગંધ.2 વર્ષ બાદ રાજકોટ શહેરમાં યોજાયેલ લોકમેળાનું આ વર્ષે આઝાદીના અમૃત લોકમેળો નામ રાખવામાં આવ્યું હતું.કલેકટર અરુણ મહેશ બાબુ, પ્રાંત અધિકારી ચૌધરી સહિત કલેકટર તંત્ર ની ટીમ છેલ્લા 1 મહિનાથી શહેરીજનો માટે સત્તત ખડેપગે રહીને મેળાની તૈયારીઓમાં લાગી ગયા હતા.નાનામાં નાની વ્યવસ્થા ને ધ્યાને લઇ કલેકટર અરુણ મહેશ બાબુ એ કોઈજ કચાશ છોડી ન હતી.5 દિવસમાં 17 લાખથી વધુ જનમેદની એ લોકો મેળાનો ભરપૂર આનંદ માણ્યો હતો.
કલેકટર અરુણ મહેશ બાબુ અને તંત્રની મહેનત રંગ લાવી રેકર્ડબ્રેક જન-મેદનીએ લોકમેળાને ચાર ચાંદ લગાવ્યા
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી નો અમૃત મેળાનું રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 17 લાખથી વધુની જનમેદનીએ ખૂબ મોજ કરી હતી.છેલ્લા 1 મહિનાથી તૈયારી કરનાર કલેકટર અરુણ મહેશ બાબુ અને કલેકટર તંત્રની ટીમની મહેનત રંગ લાવી હતી અને શહેરીજનોએ ભરપેર તંત્રના વખાણ કર્યા હતા.કોરોના 2 વર્ષ દરમ્યાન લોકો સંપૂર્ણ પોતાના ઘરે રહ્યા .વિકટ આર્થિક પરિસ્થિતિ પણ લોકોએ જોઈ.પરંતુ લોકમેળામાં સ્ટોલ ધારકો તેમજ નાના ધંધાર્થીઓને ધૂમ આવક થતા અર્થ તંત્રને બુસ્ટર ડોઝ મળતા ધંધાર્થીઓ ખૂબ ખુશ થયા હતા.દિવ્યાંગો પણ પોતાનું વાહન લઈને મેળામાં આવ્યા હતા અને તેઓએ લખલૂટ આનંદ માણ્યો હતો.કલેકટર અરુણ મહેશ બાબુએ સમગ્ર શહેર અને જિલ્લાના રહેવાસીઓનો અંત:પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવતા અનેક ઘટનાઓ બનતી અટકી
રાજકોટ શહેરમાં અભેદ પોલીસ સુરક્ષા વચ્ચે લોક મેળો તેમજ 10 જેટલા પ્રાઇવેટ મેળાનું આયોજન થયું છે ત્યારે તમામ મેળામાં શાંતિ પૂર્ણ માહોલમા લોકો મેળાનો આનંદ માણી રહયા છે.પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહિતના અધિકારીઓએ લોક મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહે તે માટે માઇક્રો પ્લાનિંગ કરેલ જેને સંપૂર્ણ સફળતા મળી છે.લાખોની મેદનીએ દરરોજ લોકમેળાની મુલાકાત લીધી જેમાં 1200 જેટલા હોમગાર્ડ , એસઆરપી , પોલીસકર્મીઓ અને અધિકારીઓએ ખડેપગે 5 દિવસ ચુસ્ત બંદોબસ્ત કરેલ છે.આ મેળામાં 81 જેટલા બાળકોને તેના વાલીઓ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી મિલન કરાવ્યું.દરેક બાળકને તેના માતાપિતા સાથે અડધોથી 2 કલાકમાં અમે મિલન કરાવ્યુ હતું.ચોરી કે ચેઇન સ્નેચિંગના બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ રહ્યું જેમાં ખાનગી ડ્રેસમાં પોલીસે બંદોબસ્ત કરી લોકોની સુરક્ષા કરી તેમજ શકમંદો પર સતત વોચ રાખી.6 પીએસઆઈ અને 40 પોલીસકર્મીઓ ખાનગી ડ્રેસમાં હતા જેમાં કુલ 14 શકમંદો ને ડિટેઇન કરવામાં આવ્યા હતા.