પૂરતો ડોકટરી-નર્સિંગ સ્ટાફ ફાળવવામાં આવે તો, ધોરાજીના લોકોઘણી મુશ્કેલીમાંથી પાર આવી શકે તેમ છે

ધોરાજી ની સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આધુનિક હોસ્પિટલ છે ધોરાજી જામકંડોરણા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ સમાન છે પણ આ હોસ્પિટલમાં ફક્ત અને ફક્ત એમ.બી.બી.એસ ડોક્ટર છે કોઈપણ પ્રકારના નિષ્ણાંત ડોક્ટરો નથી એમડી ડોક્ટર નથી સ્ત્રી રોગ નથી બાળકોના નથી આંખોના નથી હાડકાના નથી સર્જન નથી અને ધોરાજીની બાર નેશનલ હાઇવે ૮ નીકળે છે

 જયા વારંવારઅકસ્માતો થાય છે અકસ્માતો ન હિસાબે નિષ્ણાંત ડોક્ટરો ન હોવાને કારણે વધુ લાગી ગયુંહોય તો જૂનાગઢ ટ્રાન્સફર કરે છે માથાના ભાગે વધુ ઈજાઓ થઈ હોય તો જૂનાગઢ સિવિલહોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે નવી બનેલી છે વડાપ્રધાને ઓપનિંગ કરેલું છે બહુસારી વાત છે આટલી મોટી હોસ્પિટલ છતાં ત્યાં ન્યુરોસર્જન નથી ત્યાંથી રાજકોટ ટ્રાન્સફરકરે છે.

રાજકોટમાં પણ કરોડો અને અબજો રૂપિયાના ખર્ચે હોસ્પિટલ છે ત્યાં પણન્યુરોસર્જન નથી દર્દીઓને રાજકોટ ત્યાંથી અમદાવાદ મોકલે તો કેવી પરિસ્થિતિ ઉભી થઈછે એ આપ સમજી શકો છો ગુજરાતમાં વર્ષો પહેલા સાત મેડિકલ હતી ત્યારે ધોરાજીમાં ધોરાજી હોસ્પિટલમાં એમડી ડોક્ટર હતા સર્જન હતા હાડકા ના ડોક્ટર હતા નિષ્ણાંત ડોહતા હાલ માત્ર બેજ એમ.બી.બી.એસ ડોક્ટર છે ગાયનેક ડોક્ટર નથી ઘણી બધી ડીલેવરી નાકેસો આવે છે.

લાખો રૂપિયાના ખર્ચે લીધેલ જે સોનોગ્રાફી નું મશીન છે જે હાલ બંધહાલતમાં છે કારણકે નિષ્ણાંત ડો રેડિઓલોજીસ્ટ નથી વર્ષો પહેલા તો સોનોગ્રાફી સારીરીતે થતી હવે ન હોવાના કારણે આવા કરોડો રૂપિયાના સાધનો ધોરાજી નહીં પરંતુ સમગ્રગુજરાતમાં જ્યાં ત્યાં નિષ્ણાત ડો નથી ત્યાં સમગ્ર સાધનસામગ્રી છે ત્યાં અબજોરૂપિયાના સાધનો હોવા છતાં ઉપયોગી પડેલા છે સરકારને ફક્ત એટલી વિનંતી કે ધોરાજીમાંસરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડો હાડકા ના ડોક્ટર ગાયનેકોલોજિસ્ટ રેડિઓલોજીસ્ટ અનેસર્જન ડો આપે તો લોકોની સુખાકારીમાં વધારો થાય હાડકા ના ડોક્ટર અત્યારે કોઈ છે .

નહિઅકસ્માતમાં ઈજા થાય તો જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મોકલે જૂનાગઢની સિવિલહોસ્પિટલમાં ફક્ત અને ફક્ત છે જૂનાગઢ જીલ્લો ધોરાજી ધોરાજી આજુબાજુના વિસ્તારોનાલોકો વચ્ચે ફક્ત એક જ હાડકા ના ડોક્ટર હોય તો એકથી દોઢ જિલ્લાના લોકો વચ્ચે એકડોકઈ રીતે પૂરા પડી શકે એ તો વિચારવું રહ્યું આ દુષ્કાળ બેકારી બેરોજગારી સમસ્યાઓમાંવચ્ચે હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરો ન હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડેછે ગરીબ માણસો શું કરે એ ફક્ત જેની માથે મુશ્કેલી આવી પડી હોય એ જ વ્યક્તિ અનેભગવાન જાણે તને એટલી વિનંતી છે કે જેમ બને એમ ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં પૂરતોડોક્ટરી સ્ટાફ નર્સિંગ સ્ટાફ ફાળવવામાં આવે તો ધોરાજીના લોકોને ઘણી મુશ્કેલી માંથીપાર આવી શકે એમ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.