ગુજરાતના ઘણા સ્થળે ચોમાસું દસ્તક દેવા લાગ્યું છે ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચુક્યું છે ત્યારે સાળંગપુરમાં ભારે પવનના લીધે ગેટ પડ્યો હોવાની ઘટના સામે આવી છે. સાળંગપુરથી બોટાદ જવાના રસ્તે લોખંડનો ગેટ ધરાશાયી થઈ ગયો હતો.

Untitled 2 38

ગઇકાલે ભાવનગરના જેસર તાલુકામાં બપોરે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. બોટાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભારે પવનના કારણે સાળંગપુર બોટાદ જવાના રસ્તે ગેટ ધરાશાય થતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. જેના લીધે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

Untitled 1 147

ગેટ ધરાશાય થવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ત્યારબાદ આ મામલે તંત્રને જાણ કરાતા JCBની મદદથી ગેઇટ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે, દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઇ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.