• પાણી આપણા માટે પરમેશ્વરનો પ્રસાદ છે, ભગવાન મહાવીરે પણ પાણીનો ઘીની જેમ ઉપયોગ કરવાની  શીખ આપી છે
  • પાણી પુરવઠા ગ્રીડ થકી 3200 એમએલડી પાણી વિતરણ કરવામા આવ્યું છે: 20 વર્ષમાં 2950 એમએલડીનો વધારો

મનુષ્ય જાતિના અસ્તિત્વ માટે પાણી એક મોટું પરીબળ છે. પાણી વિનાની પૃથ્વીની કલ્પના પણ અશક્ય છે. આપણાં જીવન માટે શ્વાસ એટલી જ જરૂરીયાત પાણી છે. ખેતી પશુપાલન, ઉદ્યોગો, બાંધકામ જેવા અનેક ક્ષેત્રોમાં પાણીની જરૂર પડે છે. આપણે વિશ્વમાં વિકસેલી સંસ્કૃતિઓનો અભ્યાસ કરીએ તો વિશ્વની તમામ સંસ્કૃતિઓ નદી કિનારે વિકસીત થયેલી છે. પાણીએ આપણાં માટે પરમેશ્વરનો પ્રસાદ છે. ભગવાન મહાવીરે પણ પાણીનો ઘીની જેમ ઉપયોગ કરવાની શીખ આપેલી છે.

04 3

ગુજરાત રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા મોટી હતી. પાણીના સ્તર નીચા હતા, પીવાના પાણીના સ્ત્રોતોની અછત હતી અને સાથે જ પાણીની ગુણવત્તા પણ ખરાબ હતી. રાજ્ય સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ જળ સંચય અને જળ સિંચન દ્વારા પાણીની સમસ્યાનું મોટુ સમાધાન લાવ્યું છે. આજે જ્યારે વડાપ્રધાન તરીક નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં નળથી જળ પહોંચાડવાની નેમ વ્યક્ત કરી છે ત્યારે ગુજરાતમાં 96% ઘરો સુધી નળ થી જળ પહોંચ્યું છે.

આ માટે ગુજરાત સરકારે રાજ્ય વ્યાપી વોટર ગ્રીડનું નિર્માણ કર્યુ. જૂથ પાણી પુરવઠા યોજનાઓને વેગ આપ્યો છે અને નલ સે જલ માટેનું સુદૃઢ આયોજન

  • રાજ્ય વ્યાપી પીવાના પાણીની ગ્રીડ નું નિર્માણ:

રાજ્ય વ્યાપી પીવાના પાણીની ગ્રીડનું નિર્માણ તબક્કાવાર હાથ ધરવામાં આવેલ. ગ્રીડના મુખ્ય સ્ત્રોત તરીકે નર્મદા નહેરોનુ તેમજ અન્ય સ્થાનિક સ્ત્રોત જેવા કે ડેમ, કેનાલ, નદી વિગેરેનો સમાવેશ થાય છે. નર્મદા નહેર આધરિત 2684 કીમી. બલ્ક પાઇપલાઇન અને 45 મુખ્ય પંપીગ સ્ટેશનનું (150 ખઠ) નિર્માણ કરવામાં આવેલ છે. 9904 ગામો જોડવામાં આવેલ છે. જ્યારે 4085 ગામોને અન્ય સરફેસ સોર્સ આધારિત જુથ યોજના અંતર્ગત જોડવામાં આવેલ છે. આમ કુલ 13989 ગામો જુથ પાણી પુરવઠા યોજનાઓ સાથે જોડવામાં આવેલ છે. 1187 ગામોને જુથ યોજના હેઠળ આવરી લેવા માટેના કામો પ્રગતિ હેઠળ છે અને 2347 ગામો માટેના કામો આયોજન હેઠળ છે. આમ રાજ્યાના તમામ ગામોને જૂથ યોજનાનો લાભ આપવા વિભાગે નિર્ધાર કરેલ છે.

  • રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ થકી 3200 M.L.D. પાણી વિતરણ કરવામાં આવે છે એટલે કે છેલ્લા 20 વર્ષમાં 2950 M.L.D. નો વધારો કરેલ છે.

Untitled 1 132

રાજ્યમાં 1120 ઊંચી ટાંકીઓ, 1918 ભુગર્ભ ટાંકાઓ, 1263 હેડવર્ક, 4118 એમ. એલ.ડી ક્ષમતાના 266 પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ અને 1.20 લાખ કિલોમીટરથી વધુ લંબાઇની વિતરણ પાઇપલાઇન નિર્માણ કરવામાં આવેલ છે. ગ્રીડના નિર્માણની સાથો સાથ તબક્કાવાર પીવાના પાણીના ધોરણોમાં પણ સુધારો કરવામાં આવેલ છે.

વર્ષ 2009માં દૈનિક 40 લીટર પ્રતિ વ્યક્તિના ધોરણને સુધારી 70 લીટર પ્રતિ વ્યક્તિ કરવામાં આવેલ, જે વર્ષ 2013 માં ફરીથી સુધારો કરી 100 લીટર પ્રતિ વ્યક્તિ કરવામાં આવેલ. આમ, રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીના ક્ષેત્રે વિશાળ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલ છે જેના પરીણામે રાજ્યમાં કોઇપણ ગામમાં પીવાના પાણીની ગુણવતા તેમજ અપુરતા જથ્થાનો પ્રશ્ન નથી.

  • જુથ યોજનાના પાઇપ નેટવર્ક ડિઝાઇનીંગમાં સુધારાઓ:

ગુજરાતમાં જુથ પાણી પુરવઠા યોજનાઓ પાણી પુરૂ પાડવા અને વિતરણ કરવા માટે ટેલિસ્કોપિક નેટવર્ક મોડેલનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવતી હતી. આ ડિઝાઇન સરળ અને તેમજ ઓછા ખર્ચ વાળી હતી, પરંતુ તેમાં અસમાન પાણી વિતરણ, ઓછું દબાણ અને પાઇપ નેટવર્કના વિસ્તરણની મુશ્કેલી જેવી આંતરિક ખામીઓ હતી. તદુપરાંત, કોઈપણ મરામતની પ્રવૃત્તિ કરવાથી મોટી સંખ્યામાં ગામોમાં પાણી પુરવઠાને વિક્ષેપ પડતો હતો.

નવી યોજનાઓ માટે, હબ અને સ્પોક નામના મોડલનો ઉપયોગ પાણી વિતરણની વિશ્વસનીયતા અને એકરૂપતાને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમના ઘણા ફાયદા છે, જેમાં પાણીનું સમાન વિતરણ, નવા ગામડાઓને વધુ સરળતાથી ઉમેરવાની ક્ષમતા, હયાત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઑપ્ટિમાઈઝેશન અને તેને સંચાલન અને મરામતની સરળતાનો સમાવેશ થાય છે.

  • ગામોની વ્યક્તિગત યોજનાઓ તથા નળ કનેકશનની વ્યવસ્થા બાબત

વ્યકિતગત યોજનાઓમાં 100 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસનો જથ્થો પુરો પાડવામાં આવે છે. રાજ્યમાં તમામ ગામ/ફળીયાઓને 100 ટકા પાઇપલાઇન યોજના હેઠળ ધ્વારા આવરી લેવામાં આવ્યા છે. ઉનાળાના સમય દરમ્યાન અગાઉના વર્ષોની સરખામણીમા ટેન્કર મારફતે પાણી વિતરણ થતા ગામોની સંખ્યામાં ઘટાડો થયેલ છે. ગત વર્ષે માત્ર 45 ગામોમાં ટેન્કર મારફતે પાણી પુરુ પાડવામાં આવ્યુ હતુ. રાજ્યના 91.77 લાખ ગ્રામિણ ઘરો પૈકી  84.53 ઘરોમાં પીવાનુ પાણી નળ મારફતે આપવામાં આવે છે.

રાજ્યના 12 જીલ્લાઓ, 123 તાલુકાઓ અને 14477 ગામોમાં હર ઘર જલ યોજના થકી 100 ટકા ઘરોમાં નળ દ્વારા પીવાનુ પાણી પુરુ પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર ગુજરાતમાં 100 ટકા ગ્રામીણ ઘરોમાં નળ મારફતે પીવાનુ પાણી પુરુ પાડવાની સિધ્ધિ સપ્ટેમ્બર 2022 સુધી પુર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. રાજ્યમાં 18402 મીની પાઇપ યોજનાઓ અને 2.85 લાખ હેન્ડપંપ છે.પાણી પુરવઠા ક્ષેત્રે ગુજરાતમાં કરવામાં આવેલા જંગી રોકાણની વિગતો જોઇએ તો, વર્ષ 2001-02માં રૂ. 939.25 કરોડનો ખર્ચ થયેલ જ્યારે વર્ષ 2020-21 માં રૂ. 4487.29 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

પાણી પુરવઠા પ્રભાગ હેઠળ છેલ્લા 20 વર્ષમાં કુલ રૂ. 46600 કરોડનુ રોકાણ કરી પીવાના પાણીને પ્રાઘાન્ય આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં જળસલામતી પ્રદાન કરવા માટે અને નર્મદાની નિર્ભરતા ઘટાડવા માટે કચ્છના માંડવી, દ્વારકા, ગીર સોમનાથ, ઘોઘા અને તેની આજુબાજુના વિસ્તારમાં  27 કરોડ લીટર ક્ષમતાના કુલ 4 ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટ થકી અછતની પરિસ્થિતીમાં સંપૂર્ણ પણે નર્મદા આધારિત રહેવાની જગ્યાએ દરિયાના પાણી થકી, પાણીની સુરક્ષાની બાબતમાં આ સરકારનું એક નિર્ણાયક કદમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.