આગામી તા.ર૦ તથા ર૧ જુન ના રોજ કંકણાકૃતિ સૂર્યગ્રહણ હોય, શાસ્ત્રોકત રીતે સુર્યગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનું આવશ્યક હોય: જે અનુસંધાને શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય પુજન અને મંદિરના દર્શનના સમયમાં ફેરફાર રહેશે. સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો તા. ૨૦-૬ રાત્રે ૧૦.૧૨ મીનીટ થી તા. ૨૧-૬ બપોરે ૧.૨૩ મીનીટ સુધી નિત્ય પૂજા-આરતી બંધ રહેશે. તેમજ ગ્રહણ મોક્ષ બાદ નિત્યપૂજન આરતીનો ક્રમ યથાવત રહેશે.તા. ર૧-૬ ના રોજ મંદિરે સવારે ૬ થી ૧ તેમજ બપોરે ૨.૩૦ થી સાંજે ૬.૩૦ દરમ્યાન દર્શન કરી શકાશે.
સુર્યગ્રહણને કારણે ૨૦-૨૧ જૂને સોમનાથ મંદિરે પૂજન-આરતી દર્શનના સમયમાં ફેરફાર
Previous Articleપડધરીમાં 17 હજારની વસ્તી વચ્ચે એક માત્ર જાહેર શૌચાલય, તે પણ મર્યાદિત સમય માટે જ ખુલે છે!!!
Next Article સોમનાથ મંદિરના ઓફીસ રેકોર્ડને ડિજિટલાઇઝ કરાયા