15 જુલાઈએ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ ક્લાસ-1, ક્લાસ-2 સહિત કુલ 1774 જગ્યા (જાહેરાત ક્રમાંક 1/2019-20થી 12/2019-20) માટે ઓનલાઇન અરજી મગાવી હતી, વડોદરા સહિત રાજ્યભરમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ તમામ જગ્યા પરની ઓનલાઇન અરજીની સમયમર્યાદા વધારી દેવામાં છે.
ઉમેદવારો હવે 3 ઓગસ્ટથી 8ઓગસ્ટે મધરાત સુધી આ જગ્યાઓ પર ઓજસની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે, જે ઉમેદવારોએ 31 જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરી હશે, તેમણે ફરીથી અરજી કરવાની રહેશે નહીં. બિનઅનામત વર્ગના ઉમેદવારોએ 9 ઓગસ્ટે 1 વાગ્યા સુધીમાં ફીની રકમ ભરવાની રહેશે.