ઉચ્ચ સ્તરે સ્થાનિક નેતાઓનું કાંઇ ઉપજતું નહીં હોવાની ઉભી થતી છાપ: શહેરીજનોમાં ભાજપના નેતાઓ સામે વધતી નારાજગી
રાજ્ય સરકાર દ્વારા વિકાસની પ્રક્રિયામાં જીસકી લાઠી.. ઉસકી ભેંસ ની નિતી મુજબ વહિવટ થતો હોવાની લાગણી સુરેન્દ્રનગરના શહેરીજનો અનુભવી રહ્યા છે રાજ્યના મંત્રીમંડળમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર કોઈ છે જ નહિ.. એટલે 25વર્ષથી સીટીબસ વિના હેરાન-પરેશાન થતા સુરેન્દ્રનગરના લોકોને મુર્મંત્રી શહેરી બસ પરિવહન યોજનાનો લાભ મળતો નથી. નબળી નેતાગીરીને કારણે સુરેન્દ્રનગરને આ અન્યાય સહન કરવો પડતો હોવાનું જાણવા મળે છે.
મહેસાણામાં પાંચ વર્ષ પહેલા જ બંધ થયેલી સીટી બસ સેવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત તાજેતરમાં ફરી શરૂ થઈ ગઈ હોવાના અહેવાલોએ સુરેન્દ્રનગરના શહેરીજનોમાં ચકચાર અને ચર્ચા જગાવી છે શહેરીજનો કહે છે કે મહેસાણામાં પાંચ વર્ષમાં જ બંધ થયેલી સીટીબસ સેવા પુન: શરૂ થઈ છે કારણ કે મહેસાણાના ધારાસભ્ય રાજ્ય સરકારમાં ઉચ્ચ હોદો અને વગ ધરાવે છે જ્યારે સુરેન્દ્રનગર વઢવાણમાં 25 વર્ષથી બંધ થયેલી સીટીબસ સેવા શરૂ નથી થઈ..કારણ કે 25વર્ષથી રાજ્ય સરકારમાં વઢવાણના ધારાસભ્યને મંત્રીપદ મળેલ નથી હાલમાં ઝાલાવાડના પાંચ પેકી ત્રણ ધારાસભ્યો ભાજપના હોવા છતાં એક પણ ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયેલ નથી.
એવુ પણ મનાય છે કે, ઝાલાવાડના ભાજપના ધારાસભ્યો રાજકીય પ્રભાવથી પ્રજાને સુવિધા અપાવવાના બદલે પોતાની ખુરશી સલામતી રાખવાની ચિંતા વધારે કરે છે તેથી સુરેન્દ્રનગર-વઢવાણની પ્રજાને સીટીબસ જેવી મહત્વની સુવિધાથી વંચીત રહેવુ પડે છે લોકો આજે નગરપાલીકાના પુર્વ પ્રમુખ સ્વ.વિપીનભાઈ ટોળીયાને યાદ કરી રહ્યા છે
તેઓ હયાત હોત તો મુખ્યમંત્રીના વિશ્વાસુ હોવાના નાતે વગ અને પ્રભાવએવુ પણ મનાય છે કે, ઝાલાવાડના ભાજપના ધારાસભ્યો રાજકીય પ્રભાવથી પ્રજાને સુવિધા અપાવવાના બદલે પોતાની ખુરશી સલામતી રાખવાની ચિંતા વધારે કરે છે તેથી સુરેન્દ્રનગર-વઢવાણની પ્રજાને સીટીબસ જેવી મહત્વની સુવિધાથી વંચીત રહેવુ પડે છે લોકો આજે નગરપાલીકાના પુર્વ પ્રમુખ સ્વ.વિપીનભાઈ ટોળીયાને યાદ કરી રહ્યા છે તેઓ હયાત હોત તો મુખ્યમંત્રીના વિશ્વાસુ હોવાના નાતે વગ અને પ્રભાવનો ઉપયોગ કરીને સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત સીટી બસ સેવા શરૂ કરાવી શકયા હોત.