આજે ત્રીજી મહામના વીકલી એક્સપ્રેસ ટ્રેનનું ફ્લેગ ઓફ પ્રધાનમંત્રી મોદી વિડિયો કોન્ફરન્સથી કરાવ્યું હતું. જ્યારે વડોદરામાં આ ટ્રેનને લીલી ઝંડી રેલવેમંત્રી પીયૂષ ગોયલે આપી હતી. અને સુરતમાં ફ્લેગ ઓફ માટે રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહા હાજર રહ્યા હતા. દરમિયાન ઉતર ભારતીય રેલ સંઘર્ષ સમિતિની કાર્યકરોએ વિરોધ નોંધાવતા હોબાળો મચી ગયો હતો.
ભોપાલ-ખજુરાહો અને વારાણસી-ન્યૂ દિલ્હી મહામના એક્સપ્રેસના ઉદ્ધાટન બાદ વડોદરા-વારાણસી વચ્ચેની ટ્રેનને વડોદરાથી રેલવેમંત્રી ફ્લેગ ઓફ કરી હતી. ફ્લેગ ઓફ પહેલા રેલ્વે મંત્રી પિયુષ સુરત આવ્યા હતા. અને સુરત રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરીને દરેક પ્લેટફોર્મ પર એક્સેલેટર મૂકવાની સુચના આપી હતી. ત્યારબાદ વડોદરાથી રેલવેમંત્રીએ ફ્લેગ ઓફ કરી હતી. જ્યારે આ જ સમયે મનોજ સિંહા સુરતમાં સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને મેયરની હાજરીમાં લીલીઝંડી આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઉતર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો હતો. જેથી ઘર્ષણ સર્જાયું હતું. જોકે પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો. ગોયલ મહામના ટ્રેનમાં જ સુરત આવ્યા બાદ સાંજે જ એરપોર્ટથી દિલ્હી રવાના થશે. જ્યારે મનોજ સિંહા રાત્રિ હોલ્ટ કરી બીજા દિવસે સવારે દિલ્હી જશે.
મહામના વીકલી ટ્રેન દર બુધવારે વડોદરાથી 19.40 કલાકે ઉપડી બીજા દિવસે 22.20એ વારાણસી પહોંચશે. જ્યારે રિટર્નમાં તે દર શુક્રવારે વારાણસીથી સવારે 6.10એ ઉપડી બીજા દિવસે 9.40એ વડોદરા સ્ટેશને પહોંચશે. આ ટ્રેન ભરૂચ, સુરત, અમલનેર, ભુસાવલ, ઈટારસી, જબલપુર, કટની, સતના, ચિઓકી બંને તરફ થોભશે. આ ટ્રેનની રેગ્યુલર ટ્રીપ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. ટ્રેનમાં ફર્સ્ટ એસીથી લઈ સેકન્ડ કલાસ જનરલ કોચ રહેશે.
Trending
- રંગીલા રાજકોટવાસીઓ સ્વાગત માટે તૈયાર થઈ જાવ… મેટ્રો આવી રહી છે!
- ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીનો આજે જન્મોત્સવ
- સુરજદેવળમાં દિવ્ય સૂર્યરથે સાથે નીકળી શોભાયાત્રા: કાલે ભવ્ય લોકડાયરો
- હવે હદ છે….કેશોદમાં પિતાએ સગી દીકરીને પીંખી નાખી!!!
- ઉપલેટાના જાર ગામે ગેરકાયદે ધમધમતી લાઈમ સ્ટોન ચોરી ઉપર પ્રાંત અધિકારી તરખાલાએ સપાટો બોલાવ્યો
- પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ: કુપવાડા, બારામુલ્લા અને અખનૂરમાં આખી રાત ગોળીબાર, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
- નવ હજાર વર્ષ પહેલાંના ગુફા ચિત્રોમાં નૃત્ય ચિત્ર જોવા મળેલા હતા !
- 5 મેથી આ 4 રાશિઓનું ભાગ્ય ખુલશે, યુરેનસ થઈ રહ્યો છે અસ્ત !