આજે ત્રીજી મહામના વીકલી એક્સપ્રેસ ટ્રેનનું ફ્લેગ ઓફ પ્રધાનમંત્રી મોદી વિડિયો કોન્ફરન્સથી કરાવ્યું હતું. જ્યારે વડોદરામાં આ ટ્રેનને લીલી ઝંડી રેલવેમંત્રી પીયૂષ ગોયલે આપી હતી. અને સુરતમાં ફ્લેગ ઓફ માટે રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહા હાજર રહ્યા હતા. દરમિયાન ઉતર ભારતીય રેલ સંઘર્ષ સમિતિની કાર્યકરોએ વિરોધ નોંધાવતા હોબાળો મચી ગયો હતો.
ભોપાલ-ખજુરાહો અને વારાણસી-ન્યૂ દિલ્હી મહામના એક્સપ્રેસના ઉદ્ધાટન બાદ વડોદરા-વારાણસી વચ્ચેની ટ્રેનને વડોદરાથી રેલવેમંત્રી ફ્લેગ ઓફ કરી હતી. ફ્લેગ ઓફ પહેલા રેલ્વે મંત્રી પિયુષ સુરત આવ્યા હતા. અને સુરત રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરીને દરેક પ્લેટફોર્મ પર એક્સેલેટર મૂકવાની સુચના આપી હતી. ત્યારબાદ વડોદરાથી રેલવેમંત્રીએ ફ્લેગ ઓફ કરી હતી. જ્યારે આ જ સમયે મનોજ સિંહા સુરતમાં સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને મેયરની હાજરીમાં લીલીઝંડી આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઉતર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો હતો. જેથી ઘર્ષણ સર્જાયું હતું. જોકે પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો. ગોયલ મહામના ટ્રેનમાં જ સુરત આવ્યા બાદ સાંજે જ એરપોર્ટથી દિલ્હી રવાના થશે. જ્યારે મનોજ સિંહા રાત્રિ હોલ્ટ કરી બીજા દિવસે સવારે દિલ્હી જશે.
મહામના વીકલી ટ્રેન દર બુધવારે વડોદરાથી 19.40 કલાકે ઉપડી બીજા દિવસે 22.20એ વારાણસી પહોંચશે. જ્યારે રિટર્નમાં તે દર શુક્રવારે વારાણસીથી સવારે 6.10એ ઉપડી બીજા દિવસે 9.40એ વડોદરા સ્ટેશને પહોંચશે. આ ટ્રેન ભરૂચ, સુરત, અમલનેર, ભુસાવલ, ઈટારસી, જબલપુર, કટની, સતના, ચિઓકી બંને તરફ થોભશે. આ ટ્રેનની રેગ્યુલર ટ્રીપ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. ટ્રેનમાં ફર્સ્ટ એસીથી લઈ સેકન્ડ કલાસ જનરલ કોચ રહેશે.
Trending
- વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ
- વેરાવળ: રાજ્યકક્ષાના ‘સાયન્સ કાર્નિવલ’ માં આંતરક્ષિતિજો વિકસાવતા સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ
- MG M9 Electric MPV ભારતમાં લોન્ચ થવાની તૈયારી ; ભારત મોબિલિટી એક્સ્પોમાં કરશે ડેબ્યૂ…
- સુરત: પોલીસ વિભાગ DCP ઝોન 2માં મિથુન ચૌધરીનું નામ, માહિતી લીક કરવાનું કૌભાંડ આવ્યું સામે
- સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પોનો પ્રારંભ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ
- ગાંધીધામ: જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું
- અમરેલી: લેટર કાંડ મામલે કોગ્રેસના રાજકમલ ચોકમા ઘરણા કરાઈ
- મોરબી: માળિયામાં ગાયો ચરાવવાના નામે ક*તલ કરવાના કૌભાંડ મામલે રોષ જોવા મળ્યો