પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી દેવભૂમિ-દ્વારકાના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ-ડે નિમિતે ડિજિટલ યુગમાં પત્રકારત્વના સિદ્ધાંતો અને પડકારો અંગે પરિસંવાદ યોજાયો.

પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, દેવભૂમિ-દ્વારકાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિતે આયોજીત પ્રેસ સેમિનાર ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો અંગેનો પરિસંવાદ જિલ્લા કલેકટર કચેરી, દેવભૂમિ-દ્વારકાના સભાખંડમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા કટાર લેખક  અભિમન્યુ મોદી ઉપસ્તિ રહ્યાં હતા અને ૨૧ મી સદીના ડીજીટલ યુગમાં પત્રકારત્વના બદલતા પરિણામો થતા તેના પરિણામે ઉપસ્તિ તાં પડકારો અંગે વિશેષ છણાંવટ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે. આર. ડોડીયાએ પ્રેસ-મિડીયાના મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, મિડિયાના કારણે જ લોકોને સાચી અને સચોટ માહિતી મળે છે આજનો સમય ડિજિટલ યુગ છે જેના કી આંગળીના ટેરવે માહિતી મળે છે. ત્યારે સોશ્યલ મિડીયાના ઉપયોગ કરતા દુરઉપયોગવધુ થાય છે. સમાજને અરીસો બતાવવાનું સત્યકર્મ મિડીયા હાલ બખુબી નિભાવી રહ્યું છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલેએ જણાવ્યું હતું કે, કબુતરની ચિઠ્ઠીી લઈને કમ્પ્યુટર-મોબાઈલની ક્લીક સુધી પત્રકારત્વનો દશેય દિશાઓમાં વિકાસ યો છે. ત્યારે આજના ડિજિટલ યુગમાં તું સત્યાનવેષી પત્રકારત્વ દેશ અને સમાજ માટે હિતકારી છે. જેના કી સમાજ અને દેશને નવી રાહ ચિંધે છે.

પ્રેસ સેમિનાર ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો વિશે વાત કરતા મુખ્ય વક્તાશ્રી અભિમન્યુ મોદીએ જણાવ્યું હતું કે વૈશ્ર્વિક વિકાસમાં પત્રકારત્વનું અમુલ્ય યોગદાન રહેલું છે. ઔધોગિક ક્રાંતિ કરતા ૫ણ અનેક ગણી વિશેષ ક્રાંતિ એ આજના સમયની ડિજિટલ ક્રાંતિ છે. સમયાંતરે આ ક્રાંતિએ પોતાની તાકાત પુરવાર કરીને પત્રકારત્વના ક્ષેત્રને સતત મજબુત અને બળવાન બનાવી રહ્યું છે. આવા સમયે મિડીયા સમક્ષ ઉદ્ભવતા પડકારોની સામે લડીને યોગ્ય રસ્તો ૫ણ આ માધ્યમ થકી જ મળી રહે છે.

મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, મીડિયા પર લોકોને વિશેષ વિશ્વાસ હોય છે જેથી પત્રકારત્વ ક્ષેત્રે કામ કરતા લોકોએ હકારાત્મક પત્રકારત્વ થકી લોકોના પડખે ઉભા રહેવા અને પત્રકારત્વ કી તંદુરસ્ત સમાજ અને  લોકશાહીનું ધડતરમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

આ સમગ્ર પરિસંવાદનું સંચાલન પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના મેનેજર દર્શન ત્રિવેદીએ કરેલ હતું. આ પરિસંવાદને સફળ બનાવવા જિલ્લા માહિતી કચેરીના  યુ.જે.કોટક, એસ.એન.જાડેજા, એચ.એ.ગોજીયા, જીજ્ઞેશ ગોજીયા, કિશોર સોલંકી, કે.કે.ચૌહાણ, બસીરભાઈ ખલીફાએ જહેમત ઉઠાવેલ હતી. આ તકે દેવભૂમિ-દ્વારકાના પ્રિન્ટ તા ઈલેકટ્રોનિક મિડીયાના પત્રકાર મિત્રો ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.