‘અબતક’ દ્વારા પ્રસિદ્ધ થયેલો અહેવાલ શબ્દસ: સાચો ઠર્યો: 14મીથી શરૂ થતી પરીક્ષા હવે 22મી ડિસેમ્બરથી લેવાશે
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો 14મી ડીસેમ્બરથી પ્રારંભ થવાનો હતો જો કે હાલમાં જ કછઉની પરીક્ષા અને ગ્રામપંચાયતની ચૂંટણી પણ આગામી 19મીએ યોજાવાની હોવાથી જેથી મોટાભાગના પ્રોફેસરો ચુંટણી ફરજ પર હોય યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પાછી ઠેલવવામાં આવી છે. અબતક’ દ્વારા પ્રસિદ્ધ થયેલો અહેવાલ શબ્દસ: સાચો ઠર્યો પડ્યો છે. જેને લઈ હવે 14મીથી શરૂ થતી પરીક્ષા હવે 22મી ડીસેમ્બરથી લેવામા આવશે.
14મીથી જે પરીક્ષાઓ શરૂ થવાની હતી તે પરીક્ષા 22મી ડીસેમ્બરથી શરૂ થશે જેમાં બી.એ સેમ-3, બી.બી.એ સેમ-3(2016), બી.બી.એ સેમ-3(2019), બી.સી.એ(2016,2019), બી.કોમ સેમ-3, બી.એસ.સી સેમ-3, બી.એસ.સી.આઇટી સેમ-3, બી.પી.એ સેમ-3, બી.એસ.સી.બાયો ઇન્ફો, બી.એસ. સી હોમ સાયનસ સેમ-3, બી.એસ. ડબ્લ્યુ સેમ-3, એલ. એલ. બી સેમ-3, બી.એ (બી.એડ) સેમ-3ના 58 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરિક્ષા યોજાશે.
એક્સ્ટર્નલના પર્વેશ મેળવવા અઠવાડિયાનો સમયગાળો વધારવા ઉમેદવારોની માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષાની સાથોસાથ છેલ્લા 10 દિવસથી એક્સ્ટર્નલમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બી.એ, બી.કોમ, એમ.એ અને એમ, કોમમાં થઈ કુલ 5 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધા છે. ત્યારે હજુ ઘણા એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેઓ હજુ પ્રવેશથી વંચીત છે ત્યારે આજે એક્સ્ટર્નલમાં પ્રવેશ મેળવવા અને ફી ભરવાનો છેલ્લો દિવસ હોય વિદ્યાર્થીઓ દ્વારા માંગ ઉઠી છે કે, આ સમયગાળો વધારવામાં આવે.આ તકે સૌ.યુનિ.ના કુલપતિએ જણાવ્યું હતું કે, પરીક્ષા નિયામક અને રજિસ્ટ્રાર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે.
એક્સ્ટર્નલના ફોર્મ વેરિફિકેશનમાં માત્ર બે કર્મચારીઓ હોય વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્સ્ટર્નલની પ્રવેશ પ્રકિયા ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓ ડોકક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા યુનિવર્સિટી સુધી લાબું થવું પડે છે અને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે અને આ વેરિફિકેશનની કામગીરીમાં પણ માત્ર બે જ કર્મચારીઓ હોય વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તાકીદે એક્સ્ટર્નલમાં કર્મચારીઓ વધારવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે