પરિણીતા સાથેના આડા સંબંધનો ક‚ણ અંજામ: પ્રેમીકાના પતિ સહિત ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી બંનેના ઢીમઢાળી દીધા

ગારીયાધારના મફતનગર વિસ્તારમાં પરિણીતા સાથેના આડા સંબંધના કારણે પરિણીતાના પતિ સહિત ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી પિતા-પુત્રની હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે ત્રણેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગારીયાધારના મફતનગર વિસ્તારમાં રહેતા ગોરધનભાઇ નંદલાલ જીકાદરા અને તેના પુત્ર બીપીન જીકાદરા પર તિક્ષ્ણ હથિયારથી આરિફ અને ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કરી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

બીપીન જીકાદરાને આરિફની પત્ની સાથે આડો સંબંધ હોવાથી પરિણીત મહિલા સાથે બીપીન જીકાદરાએ મૈત્રી કરાર કરી પોતાને ત્યાં લાવ્યો હોવાથી આરિફ ઉશ્કેરાયો હતો અને મોડીરાતે ત્રણ અજાણ્યા શખ્સો સાથે તિક્ષ્ણ હથિયાર સાથે બીપીનના ઘરે ઘસી ગયો
હતો.

ચારેય શખ્સોએ બીપીન જીકાદરા પર હુમલો કરતા તેને બચાવવા વચ્ચે પડેલા તેના પિતા ગોરધનભાઇ જીકાદરા પર પણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રના મોત નીપજતા પી.એસ.આઇ. અગ્રાવત સહિતના સ્ટાફે ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા ચારેય શખ્સોને ઝડપી લેવા તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.