સરકારી અધિકારીઓમાં દયા ખુંટી: પશુ પાલકો બિચારા બન્યા
જસદણ પંથકમાં પશુઓને પાણી અને ઘાસચારા માટે ઠેર ઠેર ભટકવું પડી રહ્યું આમ છતાં પશુઓની તરસ છીપાતી અને પેટ ભરાતા નથી. ત્યારે લોકસભાની ચુંટણી પૂર્વે જસદણ માલધારી સેલની રચના થતાં જેમાં નવાગામના લોકસેવક યુવાર રણછોડભાઇ જોગાાઇ પરમારની સર્વાનુમતે નિમણુંક થઇ હતી.
ઉપપ્રમુખ તરીકે ભારદાસ મધાભાઇ પરમાર, ગેલાભાઇ પરમાર, મંત્રી તરીકે કરણાભાઇ બોહરીયા, ખીમાભાઇ સાનીયા, મેપાભાઇ લાંબરીયા, પરેશભાઇ લાંબરીયા, જેશાભાઇ રાતડીયા, શામળાભાઇ સુસરા, વિહાભાઇ આંબાભાઇ વિહાભાઇ આંબાભાઇ, વિહાભાઇ મુંધવા, ભગુભાઇ મુંધવા, જયેશભાઇ સુસરા ભીખાભાઇ ચાવડા, કાળુભાઇ રાતડીયા, ભુપતભાઇ રાતડીયાની નિમણુંક થતા રાજકારણીમાં હલચલ મચી જવા પામેલ છે.
પ્રમુખ રણછોડભાઇએ જણાવ્યું કે લોકસભ્યની ચુંટણી આગામી દિવસોમાં છે. પણ આ તાલુકાના પશુઓ પાણી અને ધાસચારાના અભાવથી રીતસર તરફડી રહ્યા છે. સરકારી બાબુઓ અને જેમની પાસે સત્તા છે એવા રાજકારણીઓમાં સહેજ પણ દયાનો છાંટો રહ્યો ન હોવાથી પશુઓ ભાંભરડા નાખવા લાગ્યા હોવા છતાં ચુંટણીની ચટણી બનાવતાં રાજકારણીઓ મત માંગવા માટે ઠેર ઠેર મીટીંગો કરી રહ્યા છે.