જે પણ લોકો સ્વસ્થ અને અસ્વસ્થ હોય તે બંને પ્રકારનાં લોકોમાં રોગપ્રતિકારક શકિત એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જે કોઈ લોકોની રોગપ્રતિકારક શકિત સારી હોય તો તેઓને અનેક રોગોથી મુકિત પણ મળે છે અને તેઓ તંદુરસ્ત હોવાથી અનેકવિધ કાર્યો પણ કરી શકે છે. જયારે બીજી તરફ જે કોઈ લોકોની રોગપ્રતિકારક શકિત નબળી હોય તેઓને અનેકવિધ પ્રકારનાં રોગોનો સામનો કરવો પડે છે ત્યારે યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો કેનેડાનાં વૈજ્ઞાનિકોએ સંશોધનમાં જણાવ્યું હતું કે, જે કોઈ વ્યકિતને રોગપ્રતિકારક શકિત નબળી પડી ગઈ હોય તો તે પ્રકારનાં લોકો રોટા વાયરસનાં ભોગ બને છે અને તેનાથી આશરે ૨.૧૫ લાખ લોકો મોતનાં શિકાર બને છે તે હાલ સંશોધનમાં જાણવામાં આવ્યું છે.

રોગપ્રતિકારક શકિતમાં વધારો ઘટાડો તે લોકોની દિનચર્યા અને તેઓના ખાન-પાન ઉપર મુખ્યત્વે આધારીત હોય છે. જે કોઈ લોકો દિનચર્યામાં ફેરબદલ કરતા હોય તેઓને અનેકવિધ પ્રકારે ઘણી ખરી તકલીફોનો સામનો પણ કરવો પડે છે અને તેઓ રોટા વાયરસનાં ભોગ બને છે. રોગપ્રતિકારક શકિત ઘટતાની સાથે જ લોકોમાં ઈમ્યુન બી સેલ્સનાં કણો ઉદભવિત થાય છે કે જે રોટા વાયરસની પૂર્ણત: આવકારે છે ત્યારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, રોટા વાયરસથી બચવા માટે લોકોએ તેના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું જોઈએ.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૌથી ઓછી આવક ધરાવતા દેશોમાં રોટા વાયરલ સૌથી વધુ જોવા મળે છે ત્યારે રોટા વાયરસને કેવી રીતે નાથી શકાય તે દિશામાં પણ અનેકવિધ તારણો હાલ હાથ ધરવામાં આવ્યા છે. જો કોઈ તેમની પાચનશકિત વધારવા માટે પ્રયત્નશીલ હોય તે સર્વેને રોટા વાયરસનો ભોગ નથી બનવું પડતું ત્યારે યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો દ્વારા જાહેર કરવામાં આવેલા ઈમ્યુનોલોજીમાં રોટા વાયરસથી કેવી રીતે બચી શકાય તે દિશામાં જણાવવામાં આવ્યું હતું. એ વાત સ્પષ્ટ છે કે રોગપ્રતિકારક શકિતમાં જો વધારો થાય તો અનેકવિધ સમસ્યાનો સામનો જે લોકોએ કરવો પડે છે તેનાથી તેઓ બચી શકશે પરંતુ હાલ જરૂરીયાત એ છે કે તમામ લોકોએ તેની રોગપ્રતિકારક શકિતને વધારવા માટેના પ્રયત્નો હાથ ધરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.