સરકાર થ્રેસર ઉધોગને બેઠો કરવા પ્રયાસ હાથ ધરે: જીઆઈડીસી પ્રમુખ.
જસદણ થ્રેસર ઉધોગમાં જબરી મંદી આવતા કારખાનેદારો અને કારીગરોની હાલત કફોડી બની ગઈ છે. ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ નહિવત રહેતા અને સરકારના કેટલાક નિતી-વિષયક પરીણામોને કારણે થ્રેસર ઉધોગ મંદીના બોજથી લપેટાયો છે. જસદણમાં છેલ્લા ૫૦ વર્ષથી થ્રેસર ઉધોગ ધમધમી રહ્યો છે. થ્રેસરનું જન્મ સ્થાન જસદણ હોવાના કારણે દેશભરના ખેડુતોનું મુખ્ય ખરીદી કેન્દ્ર જસદણ હોવાથી આ વિસ્તારના કારખાનેદારો તથા થ્રેસર સાથે સંકળાયેલા હજારો કારીગરોને રોજીરોટી મળી રહી છે.
ખાસ કરીને જસદણના થ્રેસરની મજબુતાઈ ટકાવપણાને કારણે ખેડુતોની પ્રથમ પસંદગી જસદણ હોવાને કારણે અનેક પરીવારો આ ધંધા સાથે સંકળાય પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી રહ્યા છે ત્યારે આ વર્ષે સચરાસર વરસાદ ઓછો થતા ખેડુતોએ પ્રેસર ખરીદવાનું બંધ કરી દેતા આ ઉધોગ મહાકાય મંદીના ભાર હેઠળ હાલ દબાતા કારખાનેદારો, કારીગરોને બે છેડા ભેગા કરવા મુશ્કેલ પડી રહ્યા છે.
આ અંગે જસદણ જીઆઈડીસીના પ્રમુખ અને સેવા માટે લોકોની વ્હારે ઉઘાડા પગે દોડી જનારા વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડે જણાવ્યું કે, થ્રેસર ઉધોગમાં મંદીને કારણે કેટલાક એકમોને તાળા લાગી ગયા છે. થ્રેસરના છુટક વેચાણ માટે ઈ-વેય બિલની સરકાર પળોજણુ અપુરતો વરસાદ આવા અનેક કારણોને લઈ હાલ થ્રેસર ઉધોગ મંદીની ઝપટમાં છે ત્યારે સરકારને આ ઉધોગ માટે હિત હોય તો તેમણે સામે ચાલીને આ ઉધોગને પુન: બેઠો કરવા મદદ કરવી જોઈએ.