રાજ્યભરમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રવિવારે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની વર્ગ 3ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 11 ઓગસ્ટ, રવિવારે રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઇલેક્ટ્રિક ગ્રૂપ તથા કમ્પ્યૂટર ગ્રૂપ) વર્ગ-3ની જગ્યાઓ પરની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે વરસાદને કારણે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોને ઓજસની વેબસાઇટ કે અન્ય માધ્યમથી કરવામાં આવશે. પરીક્ષા મોકૂફ રાખવાની જાણ ઉમેદવારોને એસએમએસથી પણ કરવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા