ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ તૂટી જતા વાહન વ્યવહાર અટક્યો
મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય રસ્તાઓને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે,કેટલાક ગામોમાંતો રોડ-રસ્તા તૂટી જતા વાહન વ્યવહાર થંભી ગયો છે અને કુલ મળીને બે કરોડથી વધુની નુકશાનીનો અંદાજ સેવવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં શુક્રવારથી શરુ થયેલા ભારે વરસાદ ને કારણે ટંકારા,મોરબી,વાંકાનેર,હળવદ અને માળીયા તાલુકાના ગ્રામ્ય રસ્તાઓને ભાઈ નુક્શાન પહોંચતા કેટલાક ગામોમાંતો સદંતર પાને વાહનવ્યવહાર ખોરવાઈ જાવા પામ્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે અરણીટીંબા, જડેશ્વર રોડ, દિધડીયા ચિત્રોડા રોડ, કડિયાણા પાડા તીર્થ રોડ, હળવદ વેગવાવ, હિરાપર કોપલી સહિતના ૧૫ માર્ગો તૂટી જતાં બંધ થઈ ગયા હતા. જે પૈકીના ૮ રોડને તાત્કાલિક મરામત કરી ચાલુ કરાયા છે.ભારે વરસાદને કારણે રાસતોનું ધોવાણ થતા આ રસ્તાઓને આશરે રૂ.૨ કરોડની નુકસાની થઈ છે. ઉલ્લેખનીય છે કે આ અગાવ ટંકાર તથા વાંકાનેર તાલુકામાં ભારે વરસાદને કારણે રોડ રસ્તા તૂટી ટંકારા લતીપર હાઇવે, લજાઈ-હડમતીયા હાઇવે સહિતના રસ્તાઓ ધોવાઈ જતા ૭૦ લાખ રૂપિયાનું નુકશાન પહોંચ્યું હતું આમ, ભારે વરસાદને કારણે મોરબી જિલ્લામાં ખાનગી અને સરકારી મિલકતોની નુક્શાનીનો આંક ધીમે ધીમે વધી રહ્યો છે